વિરાટ, ધોની અને રોહિતને આઈપીએલની ડેબ્યૂ સિઝનમાં મળ્યા હતા ફક્ત આટલા રૂપિયા

Nov 06, 2024, 09:37 PM

આઈપીએલ 2025

આઈપીએલ 2025ની મેગા હરાજી 24 અને 25 નવેમ્બરે થવાની છે. જેમાં ઘણા ક્રિકેટર્સને લોટરી લાગી શકે છે. આઇપીએલના સુપરસ્ટાર્સને તેમની ડેબ્યૂ સિઝન માટે કેટલી સેલેરી મળી હતી તે જણાવી રહ્યા છીએ.

વિરાટ કોહલી

આઈપીએલમાં વિરાટ કોહલીને ડેબ્યૂ સિઝનમાં 12 લાખ રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 21 કરોડ રૂપિયા મળશે.

રોહિત શર્મા

રોહિત શર્માને ડેબ્યૂ સિઝનમાં 3 કરોડ રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 16.30 કરોડ રૂપિયા મળશે.

એમએસ ધોની

ધોનીને ડેબ્યૂ સિઝનમાં 6 કરોડ રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 4 કરોડ રૂપિયા મળશે. કારણ કે તે અનકેપ્ડ ખેલાડી તરીકે પસંદ થયો છે.

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યાને ડેબ્યૂ સિઝનમાં 10 લાખ રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 16.35 કરોડ રૂપિયા મળશે.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહને ડેબ્યૂ સિઝનમાં 10 રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 18 કરોડ રૂપિયા મળશે.

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજાને ડેબ્યૂ સિઝનમાં 12 લાખ રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 18 કરોડ રૂપિયા મળશે.

શુભમન ગિલ

શુભમન ગિલને ડેબ્યૂ સિઝનમાં 1.80 કરોડ રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 16.5 કરોડ રૂપિયા મળશે.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવને ડેબ્યૂ સિઝનમાં 10 લાખ રૂપિયા મળ્યા હતા. આઈપીએલ 2025માં 16.35 કરોડ રૂપિયા મળશે.