IPL Auction: આઈપીએલ હરાજીના 10 સૌથી મોંઘા ખેલાડીઓ

Nov 22, 2024, 08:18 PM

ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)

ગ્લેન મેક્સવેલ 14.25 કરોડની ઉંચી બોલી સાથે આઈપીએલ ઇતિહાસનો દસમો સૌથી મોંઘો ખેલાડી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે IPL 2021 સિઝનમાં તેને ટીમનો હિસ્સો બનાવ્યો હતો

ઈશાન કિશન (ભારત)

ઈશાન કિશન આઇપીએલ હરાજીમાં યુવરાજ સિંહ પછી બીજો ભારતીય ખેલાડી અને આઈપીએલ ઇતિહાસનો નવમો સૌથી મોંઘો ખેલાડી છે. મુંબઇ ઇન્ડિયન્સે IPL 2020 સિઝનમાં ખરીદ્યો હતો

નિકોલસ પૂરન (વેસ્ટ ઇન્ડિઝ)

16 કરોડની ઉંચી બોલી સાથે નિકોલસ પૂરન આઇપીએલ ઇતિહાસનો આઠમો સૌથી મોંઘો ખેલાડી છે. લખનૌ સુપર જાયન્ટ્સે IPL 2023 સિઝનમાં તેને ખરીદ્યો હતો.

યુવરાજ સિંહ (ભારત)

ભારતીય ધૂંઆધાર બેટ્સમેન યુવરાજ સિંહ 16 કરોડ સાથે આઇપીએલનો સાતમો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2015 સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ હાલની દિલ્હી કેપિટલ્સે ખરીદયો હતો.

ક્રિસ મોરિસ (દક્ષિણ આફ્રિકા)

દક્ષિણ આફ્રિકન ખેલાડી ક્રિસ મોરિસ 16.25 કરોડની બોલી સાથે આઈપીએલનો છઠ્ઠો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2021 સિઝનમાં રાજસ્થાન રોયલ્સે રેકોર્ડબ્રેક કિંમત સાથે ખરીદ્યો હતો.

બેન સ્ટોક્સ (ઈંગ્લેન્ડ)

16.25 કરોડની બોલી સાથે બેન સ્ટોક્સ આઇપીએલ ઇતિહાસનો પાંચમો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2023 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ખરીદ્યો હતો.

કેમેરોન ગ્રીન (ઓસ્ટ્રેલિયા)

ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન આઇપીએલ ઇતિહાસનો ચોથો સૌથી મોંઘા ખેલાડી બન્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ સિઝન 2023માં 17.5 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.

સેમ કરન (ઇંગ્લેન્ડ)

સેમ કરન આઈપીએલ ઇતિહાસનો ત્રીજો સૌથી મોંઘો ખેલાડી છે. પંજાબ કિંગ્સે તેને રેકોર્ડબ્રેક 18.5 કરોડમાં ખરીદ્યો હતો. સેમ કરન માટે IPL 2023 સિઝનમાં ઉંચી બોલી લાગી હતી.

પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)

પેટ કમિન્સ આઇપીએલ ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2024 હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કમિન્સ માટે 20.05 કરોડ રુપિયાની બોલી લગાવી ખરીદ્યો હતો.

મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા)

ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ સ્ટાર્ક આઈપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. IPL 2024 હરાજીમાં મિશેલ સ્ટાર્ક માટે KKR એ સૌથી ઉંચી 24.75 કરોડ રુપિયાની બોલી લાગી હતી.