IPL Auction 2024: આવી છે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ

Dec 21, 2023, 01:28 PM

ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024ની હરાજીમાં કુલ 6 ખેલાડીઓની ખરીદી કરી હતી.

સીએસકેની ટીમમાં કુલ 25 ખેલાડીઓ છે, જેમાંથી સાત ખેલાડીઓ વિદેશી છે.

સીએસકે પાસે 7 બેટર છે. જેમાં ધોની, ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, રહાણે, સમીર રિઝવી, શૈક રશીદ અને અવનીશ રાવ અરવેલી સામેલ છે.

ટીમ પાસે 9 ઓલરાઉન્ડર્સ છે. જેમાં જાડેજા, સેન્ટનર, મોઇન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ, રચિન રવિન્દ્ર, શાર્દુલ ઠાકુર અને ડેરીલ મિચેલ છે.

ચેન્નઇ પાસે 9 બોલર્સ છે. જેમાં રાજવર્ધન હંગરગેકર, દિપક ચાહર, તુષાર દેશપાંડે, મહેશ તીક્ષાણા, મુકેશ ચૌધરી, મુસ્તાફિઝુર રહેમાન, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, મતિશા પાથિરાના છે.

ચેન્નઇએ અનકેપ્ડ સમીર રિઝવીને 8.40 કરોડમાં ખરીદીને બધાને ચોંકાવ્યા હતા.

ટીમ ડેરેલ મિચેલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો.