પંજાબ કિંગ્સે હર્ષલ પટેલ પર ખર્ચ કર્યા 11.75 કરોડ, જુઓ ટીમ

Dec 22, 2023, 03:11 PM

પંજાબ કિંગ્સે આઈપીએલ 2024ની હરાજીમાં 8 ખેલાડીઓની ખરીદી કરી હતી.

પંજાબે સૌથી વધારે પૈસા હર્ષલ પટેલ પર ખર્ચ્યા હતા. તેને 11.75 કરોડમાં ખરીદ્યો હતો.

આ સિવાય પંજાબે રિલે રોસોયુને 8 કરોડ અને ક્રિસ વોક્સને 4.20 કરોડમાં ખરીદ્યો હતો.

પંજાબ કિગ્સમાં કુલ 25 ખેલાડીઓ છે. જેમાં 8 વિદેશી ક્રિકેટર્સ છે.

પંજાબની ટીમમાં 8 બેટર છે. જેમાં શિખર ધવન, જીતેશ શર્મા, જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ, લિવિંગસ્ટોન, હરપ્રીત ભાટીયા, રિલે રોસો, શશાંક સિંહ સામેલ છે.

પંજાબ ટીમમાં 9 ઓલરાઉન્ડર્સ છે. જેમાં ક્રિસ  વોક્સ, વિશ્વનાથ પ્રતાપ સિંહ, આશુતોષ શર્મા, તનય થ્યાગરાજન, અથર્વ તાઈડે, રિષી ધવન, સેમ કુરાન, સિકંદર રઝા, શિવમ સિંહ છે.

પંજાબ ટીમમાં 8 બોલર્સ છે. જેમાં પ્રિન્સ ચૌધરી, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, કાગિસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચાહર, વિદ્વાથ કવેરપ્પા, હર્ષલ પટેલ.

જાણો કેવી છે ગુજરાત ટાઇટન્સની ટીમ