ક્રિસ ગેલે કુલ 6 સદી ફટકારી છે અને તેની ટીમે દરેક વખત જીત મેળવી છે.
ડેવિડ વોર્નરનો રેકોર્ડ પણ 100% છે. તેણે ચાર સદી ફટકારી છે અને દરેક વખત ટીમે જીત મેળવી છે.
એબી ડી વિલિયર્સે 3 સદી ફટકારી છે અને દરેક વખતે પોતાની ટીમને જીત અપાવી છે.
શુભમન ગિલ આઈપીએલમાં ત્રણ સદી ફટકારી ચુક્યો છે. જેમાં દરેક વખતે તેની ટીમને જીત મળી છે.
ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સને ચાર સદી ફટકારી છે. જેમાં તેની ટીમને ત્રણ વખત જીત મળી છે.
કેએલ રાહુલે આઈપીએલમાં કુલ ચાર સદી ફટકારી છે. જેમાંથી ત્રણ વખત તેની ટીમનો વિજય થયો છે.
વિરાટ કોહલીએ આઈપીએલમાં કુલ 8 સદી ફટકારી છે. જોકે તેની ટીમ ફક્ત 5 મેચમાં જ જીતી શકી છે.
સંજુ સેમસને ત્રણ સદી ફટકારી છે. જોકે તે તેની ટીમને ફક્ત એક જ વખત જીત અપાવી શક્યો છે.