આઇપીએલ ટી20 લીગમાં સર્વાધિક રન કોણે બનાવ્યા છે? આવો જાણીએ મોસ્ટ રન રેકોર્ડસ અંગે

Apr 10, 2024, 05:22 PM

વિરાટ કોહલી મોખરે

આઇપીએલ 242 મેચ રમ્યો છે અને સૌથી વધુ કુલ 7579 રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કોર 113 રન છે. વિરાટે 8 સદી અને 53 અર્ધ સદી ફટકારી છે.

શિખર ધવન બીજા ક્રમે

PBKS કેપ્ટન શિખર ધવન આઇપીએલ 222 મેચ રમ્યો છે. 6769 રન સાથે તે મોસ્ટ રનમાં બીજા ક્રમે છે. તેણે 2 સદી અને 51 હાફ સેન્ચ્યૂરી પણ કરી છે.

ડેવિડ વોર્નર ત્રીજા ક્રમે

દિલ્હી કેપિટલ્સ ખેલાડી ડેવિડ વોર્નર આઇપીએલ મોસ્ટ રન રેકોર્ડમાં ત્રીજા ક્રમે છે. તેણે 181 મેચમાં 4 સદી અને 61 ફિફ્ટી સાથે કુલ 6555 રન બનાવ્યા છે.

રોહિત શર્મા ચોથા ક્રમે

મુંબઇ ઇન્ડિયન્સ પૂર્વ કપ્તાન રોહિત શર્મા આઈપીએલ 247 મેચ રમ્યો છે. તેણે 1 સદી અને 42 હાફ સેન્ચ્યૂરી સાથે કુલ 6329 રન બનાવ્યા છે.

સુરેશ રૈના પાંચમા ક્રમે

સુરેશ રૈના આઇપીએલ 205 મેચ રમ્યો છે. તેણે 1 સદી અને 39 અર્ધ સદી સાથે કુલ 5528 રન બનાવ્યા છે. તે રિટાયર્ડ થતાં હાલ નથી રમી રહ્યો.

એબી ડી વિલિયર્સ છઠ્ઠા ક્રમે

RCB પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સ આઈપીએલ 184 મેચ રમ્યો છે. તેણે 3 સેન્ચ્યૂરી અને 40 હાફ સેન્ચ્યુરી સાથે કુલ 5162 રન બનાવ્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની સાતમા ક્રમે

CSK પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 255 મેચમાં 24 ફિફ્ટી અને 136.20 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 5121 રન બનાવ્યા છે

ક્રિસ ગેલ આઠમા ક્રમે

ક્રિસ ગેલ આઇપીએલનો હિરો હતો. તેણે 142 મેચમાં 6 સદી અને 31 અર્ધ સદી સાથે કુલ 4965 રન બનાવ્યા છે. તેના નામે અનેક રેકોર્ડ છે.

રોબિન ઉથપ્પા નવમા ક્રમે

ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર રોબિન ઉથપ્પા આઇપીએલ 205 મેચ રમ્યો છે. તેણે 27 ફિફ્ટી અને 130.35 સ્ટ્રાઇક રેટ સાથે કુલ 4952 રન કર્યા છે.

દિનેશ કાર્તિક દસમા ક્રમે

RCB પ્લેયર દિનેશ કાર્તિક આઇપીએલ 247 મેચ રમ્યો છે. ડેથ ઓવર્સમાં વિનિંગ બેટ્સમેન ભૂમિકામાં શ્રેષ્ઠ છે. તેણે કુલ 4606 રન બનાવ્યા છે.