જમ્મુ કાશ્મીર આર્ટિકલ 370 મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો

Dec 11, 2023, 03:13 PM

કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે

આર્ટિકલ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે કરાયેલી અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી છે

સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં સપ્ટેમ્બર 2024 સુધી ચૂંટણી યોજવા પણ તાકીદ કરી છે

CJI ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, બીઆર ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત સહિત પાંચ ન્યાયાધીશને બેન્ચે આ ચૂકાદો આપ્યો છે

કેન્દ્ર સરકારે વર્ષ 2019 માં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા નિર્ણય લીધો હતો

કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો હટાવ્યો હતો

જમ્મુ કાશ્મીર રાજ્યને જમ્મુ કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજીત કર્યું

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી ભાજપનો વર્ષોથી ચૂંટણી ઢંઢેરો રહ્યો હતો

કેન્દ્રની ભાજપની નરેન્દ્ર મોદી સરકારે આ દિશામાં પહેલ કરી અને કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો

મોદી સરકારના નિર્ણય સામે અપીલ કરાઇ હતી જે સુપ્રીમ કોર્ટે રદ કરી છે