જયદેવ ઉનડકટે હેટ્રિકથી 2023ની શરૂઆત કરી, રચ્યો ઇતિહાસ

Source : jd_unadkat/Insta

Jan 03, 2023

Ashish Goyal

Source : jd_unadkat/Insta

જયદેવ ઉનડકટે 12 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયામાં વાપસી સાથે 2022નો અંત કર્યો હતો. 

Source : jd_unadkat/Insta

હવે ઉનડકટે રણજી ટ્રોફીમાં પ્રથમ ઓવરમાં જ હેટ્રિક લઇને 2023ની શરૂઆત કરી છે. 

Source : jd_unadkat/Insta

રાજકોટમાં દિલ્હી સામે તરખાટ મચાવતા જયદેવ ઉનડકટે 39 રનમાં 8 વિકેટ ઝડપી હતી. 

Source : jd_unadkat/Insta

આ જયદેવ ઉનડકટની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

Source : jd_unadkat/Insta

જયદેવ ઉનડકટે મેચના ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર ધ્રુવ શૌરી, વૈભવ રાવલ અને યશ ઢૂલને આઉટ કરી હેટ્રિક ઝડપી હતી.

Source : jd_unadkat/Insta

રણજી ટ્રોફીના ઇતિહાસમાં પ્રથમ ઓવરમાં હેટ્રિક લેનાર પ્રથમ બોલર બન્યો છે. 

Source : jd_unadkat/Insta

દિલ્હીના કુલ 6 બેટ્સમેન ખાતું ખોલાવવા અસફળ રહ્યા હતા.