ગુજરાતનો 2300 વર્ષ જુનો કિલ્લો આજેય અડિખમ

May 21, 2025, 04:56 PM

ગુજરાતના ઐતિહાસિક સ્થળ

ગુજરાતમાં ઘણા પ્રાચીન કિલ્લા અને મહેલ છે, જે રાજાશાહી વખતની યાદ અપાવે છે.

2300 વર્ષ જુનો કિલ્લો

ગુજરાતમાં 2300 વર્ષ જુનો અને ઐતિહાસિક કિલ્લો છે ઉપરકોટ કિલ્લો, જુનાગઢમાં આવેલું છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન યાદવે બંધાવ્યો હતો. આ કિલ્લાનો ઇતિહાસ મૌર્ય સામ્રાજ્ય સાથે પણ જોડાયેલો છે.

ઉપરકોટ કિલ્લા

ઉપરકોટ કિલ્લાના કોટની લંબાઈ 3080 મીટર અને પહોળાઈ 9 મીટર, ઊંચાઈ 41 મીટર છે. ઉપરકોટ કિલ્લા પર 1174 કાંગરા છે. શસ્ત્રો ફેંકવાની બાણમુષાઓ (બાકોરાં) મોટી 440 અને નાની 225 છે તેમજ 13 બુરજો છે.

રા ખેંગાર વંશનું રાજ

જુનાગઢના ઉપરકોટ કિલ્લા પર મૌર્ય સામ્રાજ્ય, ચુડાસમા વંશ અને રા ખેંગાર વંશનું રાજ રહ્યું છે. રા ખેંગાર અને રાણક દેવીની પ્રેમ કહાણી પ્રસિદ્ધ છે.

રા નવઘણ, અડી કડી વાવ

ઉપરકોટ કિલ્લામાં રા નવઘણ અને અડી કડી વાવ છે, જે પથ્થર કોતરીને બનાવવામાં આવી છે. પગથિયાં ઉતરીને વાવની અંદર સુધી પહોંચી શકાય છે.

નીલમ તોપ, માણેક તોપ

ઉપરકોટ પર પ્રાચીન નીલમ તોપ અને માણેક તોપ આવેલી છે. કહેવાય છે કે, જૂનાગઢના રાજા મહંમદ બેગડાએ નીલમ અને માણેક નામની જોડિયા તોપને દીવના કિલ્લા માંથી જૂનાગઢ કિલ્લામાં સ્થળાંતરિત કરી હતી. ત્યારથી તે ઉપરકોટનું રક્ષણ કરી રહી છે.

બૌદ્ધ ગુફા

ઉપરકોટ કિલ્લાની અંદર ઘણી બૌદ્ધ ગુફાઓ છે, જે પથ્થરની મોટી શિલાઓ કોતરીને બનાવવામાં આવી છે.

ગીરનાર પર્વત

ઉપરકોટ કિલ્લા પરથી ગગનચુંબી ગીરનાર પર્વતનું મનોરમ્ય દ્રશ્ય જોવા મળે છે. ગીરનાર પર્વત પર ઘણા પ્રાચીન મંદિરો છે. યાત્રીઓની સુવિધા માટે ગીરનાર તળેટીથી અંબાજી મંદિર સુધી રોપ વેની સુવિધા ઉપલબ્ધ છે.

ગીર અભ્યારણ

જુનાગઢ નજીક ગીર અભ્યારણમાં સિંહ જોવાનો આનંદ માણવા લાયક છે. માત્ર ભારત જ નહીં સમગ્ર એશિયામાં એક માત્ર જુનાગઢ માંથી એશિયાટીક સિંહ જોવા મળે છે.

દામોડર કુંડ

ઉપરકોટ કિલ્લાની નજીક દામોદર કુંડ આવેલું છે. નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે. દામોદર કુંડમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે.

મહાબત મકબરો, બહાઉદ્દીન મકબરો

જુનાગઢમાં મુઘલ નવાબનું પણ શાસન રહ્યું છે. જુનાગઢમાં મહાબત મકબરો અને બહાઉદ્દીન મકબરો જોવાલાયક છે. આ મકબરા જૂનાગઢના નવાબ મહાબતખાન દ્વિતીય અને તેમના મંત્રી બહાઉદ્દીન હુસૈનને સમર્પિત છે.

ઉપરકોટ કિલ્લો

જુનાગઢનો ઉપરકોટ કિલ્લો ઇતિહાસ પ્રેમીઓ માટે મહત્વપૂર્ણ સ્થળ છે. જો તમે ગીરનાર જાવ તો ઉપરકોટ કિલ્લાની અચૂક મુલાકાત લેવી જોઇએ.