હિમાચલ પ્રદેશમાં ઘણા હિલ સ્ટેશન છે. જેમાં શિમલા અને મનાલી સૌથી વધુ પ્રખ્યાત છે.
જો કે શિમલા અને મનાલી કરતા પણ વધુ સુંદર છે કસૌલી હિલ સ્ટેશન. સમગ્ર વર્ષ દરમિયાન અહીંયા ફુલ ખીલેલા રહે છે, આથી કસૌલી નામ પડ્યું છે.
કસૌલી કુદરતના ખોળે વસેલું સુંદર હિલ સ્ટેશન છે. ઉંચા પર્વત, નદી, મજેદાર માહોલ પ્રવાસીઓને ખેંચી લાવે છે. કસૌલી ફરવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર છે.
એવું કહેવામાં આવે છે કે, કસૌલી અંગ્રેજોએ વસાવેલું હિલ સ્ટેશન છે. અંગ્રેજો ઉનાળામાં કસૌલી આવતા હતા.
કસૌલી વિશે એવું પણ કહેવાય છે કે, અહીં હનુમાનજી પણ આવ્યા હતા. સંજીવની બુટ્ટી લઇ જતી વખતે હનુમાનજીએ અહીંયા જમણો પગ મૂક્યો હતો.
ઉનાળાની ગરમીમાં ફરવા માટે કસૌલી હિલ સ્ટેશન બેસ્ટ સમર વેકેશન ડેસ્ટિનેશન છે.
કસૌલીને ભારતનું મિની ઈઝરાયલ પણ કહેવાય છે. અહીંની ઈઝરાયલ રેસ્ટોરન્ટમાં તમને ઈઝરાયલની વાનગીઓ માણવા મળશે.
કસૌલીના ફરવા લાયક સ્થળોમાં માનકી પોઇન્ટ - હનુમાન મંદિર, ગિલ્બર્ટ ટ્રેઇલ, સનસેટ પોઈન્ટ, ક્રાઇસ્ટ ચર્ચ, શ્રી બાબા બાલક નાથ મંદિર શ્રીમદ રાજચંદ્ર મિશન સામેલ છે.
ઉપરાંત મંકી પોઇન્ટ, કસૌલી બેપ્ટિસ્ટ ચર્ચ, શિરડી સાંઇ બાબા મંદિર, બિલપુડી માવલી માતાનો ધોધ, શ્રી ભવભાવેશ્વર મહાદેવ, કેન્દ્રીય સંશોધન સંસ્થા, ગુરકા કિલ્લો પર જોવા લાયક સ્થળો છે.