કેદારનાથ ટ્રેકિંગ - ચારધામ યાત્રાની સૌથી સુંદર અને અવિસ્મરણીય ક્ષણ

Jun 11, 2025, 04:25 PM

ચારધામ યાત્રા 2025

કેદારનાથ મંદિરની યાત્રા હિન્દુ ધર્મના મુખ્ય ચારધામમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે. કેદારનાથી ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં સ્થાન ધરાવે છે. ચારધામ યાત્રા અખાત્રીજથી શરૂ થાય છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઇ છે અને 6 નવેમ્બર 2025 સુધી ચાલશે.

કેદારનાથ ટ્રેકિંગની લંબાઇ

ઉત્તરાખંડના હિમાલય પર્તવમાં સ્થિત કેદારનાથ મંદિરના દર્શન માટે ઉંચા પર્વતીય વિસ્તારોમાં 16 કિમી ચાલીને જવું પડે છે, જેમા 6 થી 8 કલાકનો સમય લાગે છે. કેદારનાથ ટ્રેકિંગ રોમાંચક, સાહસીક અને પડકારજનક અનુભવ બની રહે છે.

કેદારનાથ મંદિર

કેદારનાથ ટ્રેકિંગની શરૂઆત ગૌરીકુંડ, જંગલ ચટ્ટી, ભીમ બાલી, લિનચૌલી અને છેલ્લે કેદારનાથ બેઝ કેમ્પ હોય છે. કેદારનાથ મંદિર જવા માટે ઘણા લોકો પગપાળા ચાલીને જાય છે. ઉપરાંત ખચ્ચર, ઘોડા અને ડોલી પણ ઉપલબ્ધ હોય છે.

કેદારનાથ ટ્રેકિંગ

આ બધી મુશ્કેલીઓ વચ્ચે પણ કેદારનાથ ટ્રેકિંગનો અનુભવ જીવનભર માટે યાદગાર બની રહે છે. ટ્રેકિંગ દરમિયાન બરફથી ઢંકાયેલા હિમાયલના પર્વત, નદી, ઝરણાં, વાદળ અને ધુમ્મસ અને શાંત વાતાવરણનો અદભુત કુદરતી નજારો જોવા મળે છે.

એડવેન્ચરનો રોમાંચ

કેદારનાથ ટ્રેકિંગ દરમિયાન 16 કિમી ટ્રેકિંગ કરવાનું હોય છે. જેમાં સમતલ અને ખાડા ટેકરા વાળા હિમાલયના પર્વતીય રસ્તાઓ પર ચઢાણ કરવાનું હોય છે, જે એડવેન્ચર લેવર્સ માટે સ્વર્ગ સમાન અનુભવ બની રહે છે.

મંદાકિની નદી

કેદારનાથ ટ્રેકિંગ દરમિયાન યાત્રીઓ મંદાકિની નદીની સુંદરતા જોઇ મંત્રમુગ્ઘ થઇ જાય છે. મંદાકિની નદી ક્રોસ કરતી વખતે નદીનું સુંદર સ્વરૂપ અને જળપ્રવાહનો તીવ્ર અવાજ દરેકને આકર્ષિત કરે છે. નદીનું પાણી પહાડ સાથે અથડાય છે ત્યારે દિલના ધબકારા વધી જાય છે.

કેદારનાથ પર્વતનો નજારો

કેદારનાથ ટ્રેકિંગની સૌથી સુંદર અને યાદગાર ક્ષણ છે કેદાનાથ પર્વતનો નજારો જોવો. કેદારનાથ પર્વતની અદ્વિતીય સુંદરતા જોનારને જીવનભર યાદ રહે છે. જાણે કે સાક્ષાત મહાદેવ પર્વત સ્વરૂપમાં બિરાજમાન હોય. બરફથી ઢંકાયેલા પર્વત પર જ્યારે સૂર્યના કિરણ પડે છે ત્યારે ગુલાબી સોનેરી રંગ અદભુત દ્રશ્ય સર્જે છે.

ધોધ અને ઝરણાં

કેદારનાથ ટ્રેકિંગ દરમિયાન હિમાલય પર્વત માંથી નીકળતા ઘણા નાના મોટા ધોધ અને ઝરણાં જોવા મળે છે. ઓગળેલા બરફનું પાણી અતિશય ઠંડુ હોય છે, ભાગ્યે જ કોઇ યાત્રી આવા ઠંડા પાણીમાં નાહ્વાનું સાહસ કરે છે.

ચારધામ યાત્રા 2025

ચારધામ યાત્રા અખાત્રીજથી શરૂ થાય છે. આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થઇ છે અને 6 નવેમ્બર 2025 સુધી ચાલશે.