કેરળ વર્ષ 2023 ની 52 ડેસ્ટિનેશનની લિસ્ટમાં સામેલ

Jan 19, 2023

shivani chauhan

ન્યુ યોર્ક ટાઈમ્સ દ્વારા વર્ષ 2023 ની 52 ડેસ્ટિનેશનની લિસ્ટમાં કેરેલાનો થયો સમાવેશ

ન્યુ યોર્ક ટાઇમ્સના ન્યુઝ પેપરની "એન્યુઅલ પ્લેસીસ ટૂ વિઝિટ" ની લિસ્ટમાં કેરેલા 13 માં સ્થાનમાં સ્પોટ થયું છે,  વૈશ્વિક લિસ્ટમાં  ઇન્ડિયાનું એક માત્ર સ્થળ ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સામેલ થયું છે.

કેરળ ભારતના દક્ષિણમાં આવેલું રાજ્ય છે જે તેના બીચ, લગૂન, ત્યાંની વાનગીઓ અને તેના ક્લચર- ટ્રેડિશન માટે જાણીતું છે.

કેરળ "ગોડ્સ ઓન કન્ટ્રી" તરીકે પણ જાણીતું છે.

કેરળના ચીફ મિનિસ્ટર પીનારાઈ વિજયનએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, "કમ્યુનિટી ટુરિઝમ પ્રત્યેના અમારા અભિગમકે જે પ્રવાસીઓને કેરળનું ક્લચર અને આકર્ષક લેન્ડસ્કેપ્સનો આનંદ માણવા દે છે તેની પ્રશંસા આ ન્યુ યોર્ક લિસ્ટમાં કરવામાં આવી છે."

આ સાથે બ્રિટેનનું લંડન, જાપાનનું મોરોઆકા જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે.