બાંગ્લાદેશે ચક્રવાતનું નામ ‘બિપરજોય’ રાખ્યું છે, બંગાળીમાં તેનો અર્થ ‘આપત્તિ’ થાય છે.
દુનિયાભરમાં 6 પ્રાદેશિક વિશિષ્ટ હવામાન કેન્દ્રો (RSMCs) છે. જ્યારે 5 પ્રાદેશિક ઉષ્ણકટિબંધીય ચક્રવાત ચેતવણી કેન્દ્રો છે. આ પ્રાદેશિક કેન્દ્રોને વાવાઝોડા વિશે સલાહ અને નામ આપવાનો અધિકાર મળ્યો છે.
ભારતીય હવામાન વિભાગ દુનિયાના 6 સ્પેશ્યલાઇઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટર્સ (RSMC) પૈકીનું એક છે, જે 13 દેશોના ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને તોફાન સંબંધિત સુચનાઓ આપે છે.
ભારતની પાસે બંગાળની ખાડી (BOB), અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં સર્જાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતી તોફાનોને નામ આપવાનો અધિકાર છે.
ચક્રવાતનું નામ સંપૂર્ણપણે તટસ્થ હોવું જોઈએ. તેને કોઈપણ પ્રકારની રાજનીતિ અને રાજકીય વિચારધારા, ધાર્મિક આસ્થા, સંસ્કૃતિ, લિંગ સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ.
સૌથી મોટી વાત એ છે કે તોફાનનું નામ વધુમાં વધુ 8 અક્ષર સુધી જ રાખી શકાય છે.
આગામી વાવાઝોડાને નામ આપવાનો ભારતનો વારો છે. ભારતે આગામી ચક્રવાત માટે ‘તેજ’ નામ સૂચવ્યું છે.