‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ -  કચ્છના સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળોની  મજા માણો

Jan 17, 2023

Ajay Saroya

કાળો ડુંગર

કાળો ડુંગર કચ્છનું સૌથી ઉંચું શિખર છે અને તેની ઉંચાઇ 458 મીટર છે, ત્યાં 400 વર્ષ જૂનું દત્તાત્રેય મંદિર આવેલુ છે. અહીંથી પાકિસ્તાની સરહદ નજીક હોવાથી સૈનિકો તૈનાત હોય છે.

બન્ની અભયારણ્ય

કચ્છનો બન્ની ઘાસ ભૂમિ અભયારણ્ય પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંયા લગભગ 200 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જેમાંથી કેટલાંક દૂર્લભ પ્રજાતિના હોય છે.

કોટેશ્વર મંદિર

કચ્છના દરિયા કિનારે આવેલા પ્રાચિન કોટેશ્વર મહાદેવ મંદિરના અચૂક દર્શન કરવા.

કચ્છનું સફેદ રણ

કચ્છનું રણ તેની સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે અને તે વિશ્વનો સૌથી મોટા મીઠાના રણ તરીકે પ્રખ્યાત છે. અહીંયા  દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ‘રણ ઉત્સવ’ ઉજવ્યા છે. 

આયના મહેલ

ભૂજ શહેરમાં વર્ષ 1761માં બંધાયેલો આયના મહેલ જોવા લાયક ઐતિહાસિક સ્થળ છે, આ મહેલની દિવાલો સફેદ આરસની છે જેમાં અરીસાઓ લગાડવામાં આવ્યા છે.

શરદ બાગ પેલેસ

રાજવાટિકા તરીકે ઓળખતો શરદબાગ પેલેસ 1991 સુધી કચ્છના રાજાનું નિવાસ હતું, તેમનું અવસાન થતા તેને સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યું છે. 

હમીરસર તળાવ

ભુજ શહેરની પાણીની જરૂરિયાત સંતોષતું માનવસર્જિત હમીરસર તળાવ 450 વર્ષ જૂનું છે. તેનું નિર્માણ રાવ ખેંગારજી પ્રથમના શાસનકાળમાં થયુ હતુ.

લખપતનો કિલ્લો

કચ્છના લખપત જિલ્લામાં આ કિલ્લો આવેલો છે, જેનું નિર્માણ વર્ષ 1801માં જમાદાર ફતેહ મહંમદે કર્યુ હતુ.

ધોળાવીરા

ધોળાવીરા એ 5000 વર્ષ જૂનું પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. 2021માં ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ પ્લેસ તરીકે જાહેર કર્યુ છે.

શાહી છત્રીઓ

હમીરસર તળાવની નજીક રાજ પરિવારની છત્રીઓ આવેલ છે. જેની કોતરણી અને નક્શીકામ મનમોહક છે. અહીંની સવાર અને સાંજ ખૂબ જ શાંતિપૂર્ણ હોય છે.