Mar 31, 2025
ગરોળી જોઇ ઘણા લોકો બુમાબુમ કરી મૂકે છે. સામાન્ય રીતે ગરોળી ઘરના બાથરૂમ, ટોઇલેટ અને રસોડામાં સૌથી વધુ દેખાય છે. ગરોળી ખાવા પીવાની ચીજ પર પડે તો તેનું સેવન કરવાથી ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે.
ગરોળીઓ ખોરાક અને આશ્રયની શોધમાં ઘરે આવે છે. તેમને રસોડામાં રાખેલું વધેલું ખુલ્લું ખોરાક સરળતાથી મળી જાય છે. ઉપરાંત ઉનાળાના દિવસોમાં ઘરનું તાપમાન ઠંડુ રહે છે, તેથી ગરોળી ઘરમાં આવે છે. ઘરના બાર દરવાજા, દિવાલની તિરાડમાંથી ગરોળી સરળતાથી અંદર ઘુસી જાય છે.
ગરોળી ભગાડવા માટે બજારમાં ઘણા સ્પ્રે મળે છે. પરંતુ તમે રસોડામાં રાખેલી કેટલીક વસ્તુઓથી ઘરે જ હોમમેઇડ સ્પ્રે પણ તૈયાર કરી શકો છો. આવો જાણીએ તેના વિશે.
એક બોટલમાં પાણી અને કાળા મરી પાઉડર મિક્સ કરી સ્પ્રે બનાવો. ઘરમાં જ્યાં ગરોળી દેખાય ત્યાં આ સ્પ્રે છાંટો. આ ઉપાય ગરોળી ભગાડવામાં મદદરૂપ થશે.
ડુંગળી દોરાથી બાંધીને દિવાલ પર લટકાવી દો. ડુંગળીમાં સલ્ફર હોવાથી તીવ્ર ગંધ આવે છે. ડુંગળીની દુર્ગંધથી ગરોળી ભાગી જશે.
ગરોળી ભગાડવા ડુંગળી અને લસણનો રસ અને થોડુંક પાણી મિક્સ કરી સ્પ્રે બનાવો. આ સ્પ્રે ગરોળીના શરીર પર છાંટવાથી ભાગી જશે.
ઈંડા ઘણા ઘરમાં ખવાય છે. આવી સ્થિતિમાં છાલ ફેંકી દેવાને બદલે, ઘરમાં જે જગ્યા પર ગરોળી વધુ આવે ત્યાં ઈંડાની છાલ મૂકી દો. ઈંડાની છાલની ગંધથી ગરોળી દૂર બાગશે.