લોક સભા ચૂંટણીના તબક્કા બાદ આજે મતગણતરી થઇ રહી છે. આજના પરિણામો એક નહિ પણ અનેક રીતે ઐતિહાસિક પુરવાર થાય એવી શક્યતા છે. આજના પરિણામો શા માટે સીમાચિહ્નરૂપ છે? જાણો અહીં

Jun 01, 2024, 11:14 PM

લોકસભા ચૂંટણી 2024ના એક્ઝિટ પોલ જાહેર થયા છે. મોટભાગના એક્ઝિટ પોલ ભાજપની તરફેણમાં છે અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બની શકે છે.

લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલમાં 543 બેઠકમાંથી ભાજપ 370 થી વધુ બેઠક જીતવાનો દાવો કરી રહી છે. જો કે મહત્વના ચારમાંથી બે જ એક્ઝિટ પોલમાં ભાજપ અગ્રણી એડીએને 370થી વધુ બેઠક મળવાની આગાહી કરવામાં આવી છે. તો કોંગ્રસ સહિત અન્ય વિપક્ષના ઈન્ડિયા ગઠબંધનને 118 થી 161 બેઠક મળવાની ધારણા છે

તમને જણાવી દઇયે કે,લોકસભા ચૂંટણી 2024નું સાત તબક્કામાં મતદાન થયું છે. હવે 4 જૂન, 2024ના રોજ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થશે.

Matrize

NDA: 353-368 INDIA ગઠબંધન: 118-133 અન્ય: 43-48

PMARQ

NDA: 359 INDIA ગઠબંધન: 154 અન્ય: 30

જન કી બાત

NDA: 362-392 INDIA ગઠબંધન: 141-161 અન્ય: 10-20

ડી - ડાયનેમિક

NDA: 371 INDIA ગઠબંધન: 125 અન્ય: 47

નરેન્દ્ર મોદીનો એક્ઝિટ પોલ - કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું, આ નરેન્દ્ર મોદીના એક્ઝિટ પોલ છે. જનતાના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા ગઠબંધનને 295 બેઠક મળવાની આગાહી કરી છે અને આ સંખ્યા પણ વધશે.

દિલ્હીમાં BJP જીતશે: TV9 ભારત વર્ષ

ટીવી9 ભારતવર્ષ પોલ સ્ટ્રેટ અનુસાર દિલ્હીમાં ભાજપ તમામ 7 બેઠકો જીતશે. જો આમ થશે, તો પક્ષ કેન્દ્રશાસિત પ્રદેશમાં 100% સફળતા હાંસલ કરવાની હેટ્રિક બનશે.

ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપ

ગુજરાતની વાત કરીયે તો તમામ 26 લોકસભા બેઠક ભાજપ - એનડીએ જીત હાંસલ કરશે. તમને જણાવી દઇયે કે, સુરત લોકસભા બેઠક પર પહેલાથી જ મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.

મધ્યપ્રદેશમાં ભાજપ બહુમતી મેળવશે

જન કી બાત મુજબ મધ્યપ્રદેશમાં 29માંથી 28 બેઠક ભાજપ જીતી શકે છે. તો એબીપી- સી અનુસાર ભાજપને 26 થી 28 બેઠક મળી શકે છે.