લોક સભા ચૂંટણીના તબક્કા બાદ આજે મતગણતરી થઇ રહી છે. આજના પરિણામો એક નહિ પણ અનેક રીતે ઐતિહાસિક પુરવાર થાય એવી શક્યતા છે. આજના પરિણામો શા માટે સીમાચિહ્નરૂપ છે? જાણો અહીં
આઝાદી બાદ માત્ર નહેરુ સતત 3 વાર 1952, 1957 અને 1962 માં ચૂંટણી જીતી વડાપ્રધાન બન્યા હતા. મોદી સંળગ ત્રીજી વાર વડાપ્રધાન બની 62 વર્ષના રેકોર્ડની બરાબરી કરશે?
1984 માં ઇન્દિરા ગાંધી લહેરમાં રાજીવ ગાંધીને 414 સીટ મળી હતી. જોવાનું એ રહશે કે શું મોદી 415 સીટ જીતીને 40 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે કે કેમ?
2004 માં ઇન્ડિયા શાઈનિંગની લહેર હતી છતાં સતત 2 વાર વડાપ્રધાન બન્યા પછી અટલજીની સત્તા જતી રહી હતી. મોદી સાથે 20 વર્ષ જુના ઇતિહાસનું પુનરાવર્તન થશે?
સિક્કિમના નેતા પવન ચામલિંગ એકમાત્ર નેતા કે જે સતત 24 વર્ષ સત્તામાં હતા. હવે મોદી જીતશે તો પવન ચામલિંગનો રેકોર્ડ તોડી શકે છે. મોદી 2001 થી (CM +PM) સત્તામાં છે.
મોદી આ ચૂંટણી હારશે તો 23 વર્ષમાં પહેલીવાર તેમના નેતૃત્વમાં પાર્ટી હારશે. 2001 માં સીએમ બન્યા પછી તેમના નેતૃત્વમાં બીજેપી ક્યારેય ગુજરાત કે કેન્દ્રમાં હાર્યું નથી.