અમદાવાદ આસપાસ ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. અહીં કબીરવડ બાદ ગુજરાતના બીજા ક્રમના સૌથી મોટા વડ વિશે જણાવી રહ્યા છે. જે 2.5 વિધામાં ફેલાયેલો મહાકાય વટવૃક્ષ છે.
મહાકાળી વડ ગાંધીનગર નજીકના દેહગામના કંથારપુર ગામ ખાતે આવેલો છે, જે એક ધાર્મિક સ્થળ છે. અહીં વડના થળમાં મહાકાળી માતાનું મંદિર બનેલું છે.
મહકાળી વડના નામે પ્રખ્યાત કંથારપુર ગામનો આ વડલો 500 વર્ષ જુનો હોવાનું કહેવાય છે. 2.5 વિધા જમીનમાં ફેલાયેલા આ વડની ઉંચાઇ 40 મીટર જેટલી છે.
મહાકાળી વડ એક ધાર્મિક સ્થળ છે. વડના થળમાં મહાકાળી માતાનું મંદિર છે જેના દર્શન કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે. વડ સાથે ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ખેતરમાં વડે ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી.
મહાકાળી વડ ધાર્મિક સાથે પ્રવાસન સ્થળ પણ બની ગયું છે. રજાના દિવસોમાં મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. મહાકાળી વડ દર વર્ષે 3 ફુટ ફેલાય છે.
મહાકાળી વડ ગાંધીનગરના દહેગામ તાલુકાના કંથારપુર ગામમાં આવેલું છે. ગામ અમદાવાદથી લગભગ 50 કિમીના અંતરે આવેલા કંથારપુર ગામે 1 કલાકમાં સરળતાથી પહોંચી શકાય છે.