મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ અને તેમની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ સ્થળોની એક મુલાકાત

Jan 23, 2023

Ajay Saroya

મહાત્મા ગાંધીજીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. નિધન 30 જાન્યુઆરી 1948માં નવી દિલ્હીમાં થયુ હતુ.  

પોરબંદરમાં જે ઘરમાં ગાંધીજીનો જન્મ થયો હતો, તે આજે ‘કિર્તી મંદિર’ તરીકે ઓળખાય છે.

મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ ‘કિર્તી મંદિર’ની બહારથી એક ઝલક  

અભ્યાસ રૂમ - ગાંધીજીનું મૂળનામ મોહનચંદ કરમચંદ ગાંધી હતું. ગાંધીજીનો અભ્યાસ રૂમ, તેઓ અહીંયા વાંચન-લેખન કરતા હતા.

કિર્તી મંદિરમાં ગાંધીજી અને કસ્તુરબાનું વિશાળ તૈલ ચિત્ર

કબા ગાંધીનો ડેલો - રાજકોટમાં આ સ્થળે મહાત્મા ગાંધી અને તેમનો પરિવાર વર્ષ 1881 થી 1887 સુધી રહ્યા હતા.

ગાંધી સ્મૃતિ સંકુલ - ભાવનગરમાં વર્ષ 1955માં ગાંધી સ્મારકનું ઉદ્ઘાટન કરાયુ અને ત્યાં તેમના જીવન સાથે સંબંધિત પુસ્તકો, દુર્લભ ફોટોગ્રાફ્સ અને વસ્તુઓ પ્રદર્શિત કરાઇ છે.

કોચરબ આશ્રમ - આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીજીએ કોચરબ આશ્રમ શરૂ કરેલો આ પ્રથમ આશ્રમ છે, જેની સ્થાપના 25 મે, 1915માં કરાઇ હતી.

‘હૃદય કુંજ’ - અમદાવાદમાં આવેલું પ્રખ્યાત સાબરમતી આશ્રમ. ‘હૃદય કુંજ’ તરીકે ઓળખાતા આ આશ્રમની સ્થાપના 17 જૂન, 1917ના રોજ કરાઇ હતી.

ગુજરાત વિદ્યાપીઠ - ગાંધીજીએ અમદાવાદમાં વર્ષ 1920માં એક શૈક્ષણિક સંસ્થા તરીકે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

મીઠું સત્યાગ્રહ સ્મારક - દાંડીનું મીઠું સત્યાગ્રહ સ્મારક એ ગાંધીજી દ્વારા અંગ્રેજો સામે મીઠા પર કર લાદવાના વિરોધની યાદ અપાવે છે.