બાહુબલીનું માહિષ્મતિ આજે પણ છે હયાત, જાણો શું છે યશગાથા

May 10, 2023

Ajay Saroya

બાહુબલી ફિલ્મમાં માહિષ્મતિ સામ્રાજ્યની કહાની છે, જે દર્શકોને  બહુ જ ગમી છે.  

ભારતમાં એક માહિષ્મતિ નામનું નગર છે જે હાલ મહેશ્વર નામે ઓળખાય છે.

પુરાણો અને પ્રાચીન ગ્રથોમાં વર્ણિત માહિષ્મતિ એટલે આજનું મહેશ્વર, જે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં આવેલું છે.

મહેશ્વર નર્મદા નદીના કિનારે વસેલી પ્રાચીન ધાર્મિક નગરી છે, જેની સ્થાપના હૈહય વંશના શક્તિશાળી સહસ્ત્રાર્જુન  રાજા કાર્તવીય અર્જુને કરી હતી.

સહસ્ત્રાર્જુનનું સામ્રાજ્ય નર્મદા કિનારેથી લઇને ઉત્તરમાં હિમાલય સુધી વિસ્તરેલું હતું. તેને યુદ્ધમાં હરાવવું અસંભવ હતુ કારણે કે તેને એક હજાર હાથ હતા અને આથી તેને સહસ્ત્રાર્જુન કહેવાય છે.  

લંકાપતિ રાવણ પણ સહસ્ત્રાર્જુન થી ડરતો હતો. સહસ્ત્રાર્જુન  સામે યુદ્ધમાં પરાજય થતા રાવણે તેમની સાથે મિત્રતા કરી હતી.

(Photo: wikipedia)

હાલ મહેશ્વરમાં જે કિલ્લો છે તે ઇન્દોરના ધર્મપ્રેમી રાજમાતા અહલ્યાબાઇ હોલકરે 18મી સદીમાં બંધાવ્યો હતો. 

મહારાણી અહલ્યાબાઈ હોલકરે વર્ષ 1765 થી 1796 સુધી મહેશ્વર પર શાસન કર્યું હતુ. હાલ કિલ્લામાં અદભૂત ઐતિહાસિક વારસો પ્રવાસીઓ જોઇ શકે છે. 

મહેશ્વર કિલ્લામાં આવેલું શિવમંદિર જ્યાં દેવી અહલ્યાદેવી પૂજા કરતા હતા.

મહેશ્વર કિલ્લાનું બહારનું એક દ્રશ્ય, જેના સુંદર ઝરુખાઓ પર મનમોહક કોતરણી કરેલી છે. 

મહેશ્વર કિલ્લાની અંદરનું દ્રશ્ય, જેમાં મરાઠા શૈલીમાં પથ્થરો પર અદભૂત કોતરણી કરેલી છે.

મહેશ્વરમાં બનતી હાથવણાટની સાડી 'મહેશ્વરી સાડી' તરીકે પ્રખ્યાત છે.