ગુજરાતનું રમણિય બીચ, અદભુત શાંતિ અને બોટિંગની મજા

May 22, 2025, 01:34 PM

ગુજરાત પ્રવાસ

ગુજરાતમાં ઘણા સુંદર બીચ છે જે ગોવાથી જરાય કમ નથી. કચ્છનું માંડવી બીચ રમણિય, શાંત અને સુંદર પ્રવાસ સ્થળ છે.

માંડવી બીચ

માંડવી બીચ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું સોનેરી રેતી ધરાવતો સુંદર દરિયા કિનારો છે. એક સમયે તે ભારતનું મહત્વપૂર્ણ બંદર પણ હતું.

ગુજરાતના બીચ

ગુજરાતમાં ઘણા રમણિય, સુંદર અને સ્વચ્છ બીચ છે, જ્યાં પ્રવાસીઓ મનભરીને દરિયા કિનારે નાહવાની, ફરવાની અને સૂર્યાસ્તનો નજારો જોવાની માણ માણી છે.

સૂર્યાસ્તનો નજારો

માંડવી બીચ પરની શાંત પ્રવાસીઓને હળવાફુલ કરે છે. દરિયા કિનારે બેસીને સાંજે સૂર્યાસ્તનો નજારો જોવાની ક્ષણો યાદગાર રહે છે.

એડવેન્ચર એક્ટિવિટી

માંડવી બીચ પર પ્રવાસીઓ બોટિંગ, વોટર બાઇક રાઇડિંગ, ધોડા સવારી જેવી રોમાંચક એડવેન્ચર એક્ટિવિટીની મજા માણે છે.

માંડવી બીચ કેવી રીતે પહોંચવું

માંડવી બીચ ભૂજથી 58 કિમી દૂર છે, ત્યાંથી બસ કે કાર દ્વારા પહોંચી શકાય છે. નજીકનું ભૂજ રેલવે સ્ટેશન ટ્રેન માર્ગે ઘણા શહેરો સાથે જોડાયેલું છે. ભૂજ એરપોર્ટ ઘણા શહેરો સાથે ફ્લાઇટ કનેક્ટિવિટી ધરાવે છે.

માંડવી બીચ પ્રવાસ

કચ્છના માંડવી શહેરમાં એક રાજાશાહી હતી. આજે પણ રાજાશાહી સમયની ઘણી ઐતિહાસિક ઇમારતો જોવા મળે છે. તેમા વિજય વિલાસ પેલેસ મુખ્ય છે.

માંડવી જોવાલાયક સ્થળ

માંડવી બીચ ઉપરાંત આસપાસ જોવાલાયક સ્થળોમાં તમે ભૂજ અને કચ્છના પ્રખ્યાત સ્થળોની મુલાકાત લઇ શકાય છે. તેમા આશાપુરા માતાનો મઢ, કાળો ડુંગળ, રોડ ઓફ હેવન મુખ્ય છે.

માંડવી બીચ

માંડવી બીચ પર પ્રવાસીઓ બોટમાં બેસીને દરિયામાં મુસાફરીની માણે છે.

ઉંટ સવારી

માંડવી બીચ પર પ્રવાસીઓ ઉંટ પર બેસવાની અને ઉંટ લારીમાં સવારીની મજા માણે છે.