Jul 13, 2025
અંબાજી ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડો ભક્તો અંબાજી મંદિર અને ગબ્બર દર્શન કરવા આવે છે. અંબાજી નજીક એક પ્રાચીન ગુફા આવેલી છે. જેનો સંબંધ અમદાવાદ સાથે છે.
માણેકનાથ ગુફા દાંતા નજીક લોટોલમાં પર્વતમાળામાં સ્થિત એક ધાર્મિક સ્થાન છે, જેનો ઇતિહાસ 700 વર્ષ કરતા વધારે જુનો છે. અરવલ્લીની ગીરીમાળામાં વસેલું માણેકનાથ પર્વત જવાના રસ્તા પર અદભુત કુદરતી નજારો જોવા મળે છે.
માણેકનાથ ગુફા બનાસકાંઠા જિલ્લામાં દાંતા નજીક લોટોલ ગામે આવેલી છે. અંબાજી થી માણેકનાથ ગુફા 46 કિમી દૂર, અમદાવાદતી 150 કિમી અને સતલાસણથી 20 કિમી દૂર છે.
લોક વાયકા મુજબ મુજબ દાંતા પર્વત પર એક રાક્ષસ રહેતો હતો. હિંગળાજ માતાની શક્તિથી માણેકનાથ બાબાએ આ રાક્ષણનો વધ કર્યો હોવાનું મનાય છે.
આ પર્વત પર બાબા માણેકનાથે તપ કર્યું હોવાનું કહેવાય છે. અહીં બધી બધા ગુફા આવેલી છે. જો કે સાવચેતીના ભાગરૂપે આ ગુફાઓ જાળી લગાવી બંધ કરી દેવામાં આવી છે. મુખ્ય ગુફામાં માણેકનાથ બાબાની મૂર્તિ,હવન કુંડ અને ધુણીના દર્શન થાય છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક લોટોલ ખાતે એક મંદિર છે જે તળેટીમાં ગુફાની નજીક આવેલું છે. ત્યાં બાબા માણેકનાથ ધ્યાન કરતા એવું માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે,આ પર્વતમાં આવેલુ ગુફા છેક અમદાવાદ સુધી જાય છે. આ સુરંગ માંથી બાબા માણેકનાથ અહીં અવરજવર કરતા હતા.
માણેકનાથ બાબા અમદાવાદના પ્રસિદ્ધ સંત હતા. તેમણે અમદાવાદ શહેરના સ્થાપક અહમદશાહને પરચો દેખાડ્યો હતો. અમદાવાદમાં સાબરમતી નદી કિનારે તેમના નામનો માણેક બુરજ છે.
માણેકનાથ ગુફાની મુલાકાત એડવેન્ચર ટુર બની રહે છે. અહીં ઉંચા પહાડ પર ટ્રેકિંગની મજા માણી શકાય છે.
હવે અંબાજી જાવ તો દાંતામાં આવેલી આ માણેકનાથ ગુફાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં