મનુ ભાકરે રચ્યો ઇતિહાસ, એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની

Jul 30, 2024, 05:37 PM

પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટર મનુ ભાકર એ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં કાંસ્ય પદક જીતી ઈતિહાસ રચ્યો છે. મનુ ભાકર ઓલિમ્પિક 2024 માં મેડલ જીતનાર પ્રથમ ભારતીય નિશાનેબાજ બની છે.

22 વર્ષીય મનુ ભાકર એ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટ ફાઇનલમાં 221.7 પોઇન્ટ પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે.

મનુ ભાકર ઘણી સ્ટાઇલીશ છે. સોશિયલ મીડિયા પર એમની તસવીરો પર નજર નાંખીએ તો તેણી દરેક આઉટફિટમાં ઘણી ખૂબસુરત લાગે છે.

મનુ ભાકર ટ્રેડિશનલ થી લઇને વેર્સ્ટન લુકમાં તેણી ઘણી ગોર્જિયસ લાગે છે.

મનુ ભાકર નિશાનેબાજી ઉપરાંત માર્શલ આર્ટ, બોક્સિંગ, ટેનિસ અને સ્કેટિંગમાં પણ માહેર છે. તેણીએ રાષ્ટ્રીય સ્તર પર ઘણા મેડલ જીત્યા છે.

ભારતીય ખેલાડીઓમાં સૌથી નાની વયે ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ પણ મનુ ભાકર ધરાવે છે. 16 વર્ષની વયે તેણીએ આઇએસએસએફ વર્લ્ડ કપ 2018 માં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા

મનુ ભાકર પર્સનલ લાઇફ વિશે વાત કરીએ તો તેણીનો જન્મ હરિયાણા રાજ્યના ઝજ્જર જિલ્લાના ગોરિયા ગામે 18 ફેબ્રુઆરી 2002 માં થયો હતો.

મનુ ભાકરના પિતા મરીન એંજિનિયર છે અને માતા સ્કૂલમાં પ્રિન્સિપાલ છે. નિશાનેબાજી સાથે તેણી બોક્સિંગ, સ્કેટિંગ અને જૂડો કરાટેમાં પણ માહેર છે.

મનુ ભાકરે શરુઆતમાં પિતાની લાયસેન્સવાળી પિસ્તોલથી તાલીમ લીધી હતી. દેશના જાણીતા શૂટર જસપાલ રાણાએ તેણીને કોંચિંગ આપ્યું હતું.

મનુ ભાકરે શૂટિંગમાં વિવિધ એવોર્ડ મેળવ્યા છે. આ સિદ્ધિને પગલે ઓગસ્ટ 2020 માં મનુ ભાકરને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.