મારૂતિ સુઝુકી લાવી રહી છે પહેલી ઇલેક્ટ્રિક કાર, જાણો

Dec 20, 2022

Haresh Suthar

ઓટો એક્સ્પો 2023 માં વાહન નિર્માતા કંપનીઓનું ફોકસ ઇલેક્ટ્રિક કાર ઉપર હશે. મારૂતિ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર YY8 Electric SUV રજુ કરી શકે છે. 

મારૂતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની છે જેની પેટ્રોલ ઉપરાંત સીએનજી કારની સંખ્યા વધુ છે.

દેશમાં વધી રહેલી માંગને પગલે હવે મારૂતિ કંપની ઇલેક્ટ્રિક કાર બજારમાં લઇને આવી રહી છે. 

ઓટો એક્સ્પોમાં મારૂતિ કંપની પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર પરથી પડદો ઉઠાવી શકે છે.

રિપોર્ટ્સ અનુસાર, મારૂતિ સુઝુકી કંપની ટોયોટો સાથે મળી ઇલેક્ટ્રિક કાર બનાવી રહી છે જે એક કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક કાર હશે.

મારૂતિ સુઝુકી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કારનું કોડનેમ વાય વાય 8 (YY8) છે અને તે મધ્યમ એસયૂવી છે. 

રિપોર્ટ્સ અનુસાર, ટોયોટો કંપની આ કારને લેટેસ્ટ પ્લેટફોર્મ 27 પીએલ પર તૈયાર કરી રહી છે. જેમાં 40 પીએલ આર્કિટેક્ચરનો ઉપયોગ કરાયો છે.

મળેલી જાણકારી અનુસાર મારૂતિની આ ઇલેકટ્રિક કાર 4.4 મીટર લાંબી અને 2.9 મીટર વ્હિલબેસ હોઇ શકે છે.

મારૂતિ સુઝુકી ઇલેક્ટ્રિક એસયૂવી કારને બે બેટરી વાળા વેરિએન્ટ સાથે બજારમાં ઉતારી શકે છે.

જેમાં પહેલા વેરિએન્ટમાં 48 kwh ક્ષમતા હશે જે સિંગલ ચાર્જમાં 350થી 400 કિલોમીટર દોડી શકશે.

બીજા વેરિએન્ટમાં 59 kwh ક્ષમતા વાળું હશે જે સિંગલ ચાર્જમાં 450 થી 500 કિલોમીટરની રેન્જ હશે.