ગુજરાત નજીક ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન, શું તમે જોયું

Mar 04, 2025, 04:09 PM

હિલ સ્ટેશન

હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ભારતમાં ઘણા હિલ સ્ટેશન છે અને દરેકની આગવી ઓળખ, આકર્ષણ છે. શિમલા મનાલી, દાર્જલિંગ ઉંટી સૌથી પ્રખ્યાત હિલસ્ટેશન છે.

ભારતનું પહેલું હિલ સ્ટેશન

ભારતનું સૌથી પહેલું હિલ સ્ટેશન મસુરી છે, જેને અંગ્રેજોએ 250 વર્ષ પહેલા વસાવ્યું હતું. શું તમને ભારતના સૌથી નાના હિલ સ્ટેશનનું નામ ખબર છે?

માથેરાન

ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન માથેરાન છે, જે મહારાષ્ટ્રમાં મુંબઇથી 100 કિમી દૂર છે. માથેરાના હનિમૂન માટે પણ પ્રખ્યાત છે.

માથેરાન કાર લઇ જવા પ્રતિબંધ

માથેરાન હિલ સ્ટેશન પર કાર કે ખાનગી વાનગી વાહન લઇ જવા પર પ્રતિબંધ છે. પ્રદૂષણ અને પ્લાસ્ટિક મુક્ત હિલ સ્ટેશન બનાવવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

માથેરાનનું કુદરતી સૌંદર્ય

માથેરાન હિલ સ્ટેશન દરિયાની સપાટીથી 2600 ફીટની ઉંચાઇ પર આવેલું છે. માથેરાનમાં 35 વ્યુપોઇન્ટ છે જ્યાંથી તમે સહ્યાદ્રી પર્વતમાળાનો આકર્ષક નજારો જોવાન આનંદ લઇ શકો છો.

માથેરાન જોવાલાયક સ્થળ

માથેરાનમાં લુઇસા પોઇન્ટ, મંકી પોઇન્ટ, ચાર્લોટ લેક, શિવાજીની સીડી, પેનોરમા પોઇન્ટ, વન ટ્રી હિલ પોઇન્ટ, અંબરનાથ મંદિર, ઇકો પોઇન્ટ, પ્રબલગઢ ફોર્ટ, હનીમૂન પોઇન્ટ સહિત ઘણા જોવાલાયક સ્થળો છે.

માથેરાન કેવી રીતે પહોંચવું

માથેરાન મુંબઇથી 100 કિમી દૂર આવેલું છે. મુંબઇ થી ટ્રેન, કાર અને બસ મારફતે નેરલ સુધી પહોંચવાનું અને ત્યારબાદ દસ્તુરી નાકાથી ટોય ટ્રેનમાં બેસી માથેરાન આવવું પડે છે.

માથેરાન ફરવાનો શ્રેષ્ઠ સમય

માથેરાન ફરવા માટે ઓક્ટોબરથી જાન્યુઆરી, ફેબ્રુઆરીથી જૂન સુધી શ્રેષ્ઠ સમય છે. ચોમાસામાં આ વિસ્તારમાં ભારે વરસાદ પડે છે.