MG Comet: એમજી કોમેટ - દેશની સૌથી સસ્તી ઇ-કાર, જાણો ખાસિયત
MG Comet EV ત્રણ વેરિયન્ટ્સ સાથે લૉન્ચ થઇ છે, જેમાં પહેલું વેરિઅન્ટ પેસ, બીજું વેરિઅન્ટ પ્લે અને ત્રીજું વેરિઅન્ટ પ્લશ છે. તેની શરૂઆતની કિંમત 7.98 લાખ થી 9.98 લાખ રૂપિયા સુધી છે.
MG કોમેટ EVને બે ડ્યુઅલ ટોન અને ત્રણ મોનોટોન કલર વિકલ્પો સાથે લોન્ચ કરી છે. ડ્યુઅલ કલર ટોનમાં એપલ ગ્રીન સાથે સ્ટેરી બ્લેક અને કેન્ડી વ્હાઈટ સાથે સ્ટેરી બ્લેકનો વિકલ્પ છે. મોનોટોન કલર વિકલ્પોમાં અરોરા સિલ્વર, કેન્ડી વ્હાઇટ અને સ્ટેરી બ્લેકનો સમાવેશ થાય છે.
આ બે દરવાજાવાળી ઇલેક્ટ્રિક કારને પાવર આપવા માટે, કંપનીએ તેમાં 17.3 kWh ક્ષમતાનું લિથિયમ-આયન બેટરી પેક લગાવ્યું છે, જેની સાથે પાછળની વ્હીલ ડ્રાઇવ ઇલેક્ટ્રિક મોટર પણ લગાવવામાં આવી છે, જે 42 PS પાવર અને 110 Nm પીક ટોર્ક જનરેટ કરે છે.
આ બેટરી પેક માટે 3.3 kW નું ચાર્જર આપવામાં આવ્યું છે અને કંપનીના જણાવ્યા અનુસાર, જ્યારે આ ચાર્જરથી ચાર્જ કરવામાં આવે છે, ત્યારે આ બેટરી પેક 7 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે.
MG Comet EV એકવાર સંપૂર્ણ ચાર્જિંગમાં 230 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ રેન્જ સાથે 100 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ ઉપલબ્ધ છે.
MG Comet EVમાં 4 સીટર ઇ-કારમાં 10.25 ઇંચનું ડ્યુઅલ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ સ્ક્રીન સેટઅપ છે, જેમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટી સાથે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને બીજી ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે છે.
MG Comet EVમાં એલઈડી હેડલાઈટ, એલઈડી ટેલલાઈટ, કીલેસ એન્ટ્રી અને 55 થી વધુ કનેક્ટેડ ફીચર્સ આપવામાં આવ્યા છે.
MG Comet EVમાં કાર અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, MG Comet EV ને આગળની સીટો પર ડ્યુઅલ એરબેગ્સ, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ સાથે EBD, ISO ફિક્સ્ડ ચાઈલ્ડ સીટ એન્કર, રિવર્સ પાર્કિંગ કેમેરા અને પાછળના પાર્કિંગ સેન્સર્સ આપવામાં આવ્યા છે.