Jul 04, 2025
દ્વારકા ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થયાત્રા ધામ છે, જે દરિયા કિનારે આવેલું છે. દ્વારકામાં ઘણા દર્શનીય ધાર્મિક સ્થળો છે.
દર વર્ષે લાખો કરોડો લોકો દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા આવે છે. પણ બહુ ઓછા લોકોને નજીકમાં આવેલા 2 સુંદર હિલ સ્ટેશન વિશે ખબર છે. જો તમે દ્વારકા ફરવા જવા જવાના હોય તો આ 2 હિલ સ્ટેશનની અચૂક મુલાકાત લેવાનું ભૂલતા નહીં.
આભાપરા હિલ સ્ટેસન દ્વારકામાં આવેલું છે. જે દ્વારકાથી 131 કિમી અને જામનગરથી 90 કિમી આસપાસ દૂરી છે. આભાપરાની પર્વતમાળા દ્વારકાથી જામનગર સુધી ફેલાયેલી છે.
આભાપરા હિલ સ્ટેશન ચોમાસાના વરસાદ બાદ ખીલી ઉઠે છે. ચોમાસામાં ઉંચા પહાડો એ લીલી ચાદર ઓઢી હોય તેવો આભાર થાય છે. સૂર્યાદય અને સૂર્યાસ્તનો નજારો જોવાલાયક હોય છે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર આભાપરા હિલ સ્ટેશન પર ચોમાસામાં વાદળો સાથે વાત કરતા વાદળો, ગાઢ ધુમ્મસ, પાણીથી ભરેલા તળાવ, પક્ષીઓનો કલરવ, માટીની મીઠી સુગંઘ મુલાકાતીઓને સુખદ આનંદ આપે છે.
આભાપરા હિલ સ્ટેશન નજીક દેશનો પ્રથમ નેશનલ મરીન પાર્ક, લાખોટા તળાવ, બેચટેક બીચ અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી જોવાલાયક સ્થળો છે.
બરડો ડુંગર પોરબંદરમાં 48 કિમી વિસ્તારમાં ફેલાયેલો પર્વતમાળા છે. બરડા ડુંગરની સૌથી ઉંચી ટોચ આભાપરા હિલ છે, જે 6.37 મીટર ઉંચાઇ ધરાવે છે. આભાપરા અને બરડા ડુંગર વચ્ચેનું અંતર 27 કિમી છે.
બરડો ડુંગર આસપાસ જાંબુવંત ગુફા, મોકરસાગર તળાવ, પ્રાચિન મંદિર સહિત ઘણા જોવાલાયક સ્થળ છે. ગીરનાર પરિક્રમા જેમ બરડા ડુંગરાની પણ 4 દિવસની પરિક્રમા યોજાય છે.
ગુજરાત સરકાર બરડા ડુંગરમાં જંગલ સફારી વિકસાવવાની તૈયારી કરી રહી છે. નજીકના ભવિષ્યમાં પ્રવાસાીઓને અહીં પણ સિંહ જોવા થશે.
આભાપરા હિલ સ્ટેશન અને બરડા ડુંગર પર મુલાકાતીઓ ટ્રેકિંગ અને કેમ્પિંગ કરવાની મજા માણે છે. બરડા ડુંગર પર ચોમાસામાં ધોધ જીવંત થઇ જાય છે ત્યારે નયનરન્ય દ્રશ્ય જોવા મળે છે.