ઉનાળાની ગરમીમાં શેકાયા બાદ ચોમાસાના વરસાદમાં ફરવું આનંદદાયક હોય છે.
તમે મોનસૂન ટ્રીપનો પ્લાન બનાવી રહ્યા છો તો ગુજરતાના આ 5 સ્થળોની મુલાકાત યાદગાર બની શકે છે.
ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું પ્રખ્યાત સાપુતારા હિલ સ્ટેશન ચોમાસામાં વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે. ઝરમર ઝરમર વરસાદ, ધુમ્મસ, નદી, ઝરણાં અને ઠંડા પવન મનને પ્રફુલ્લિત કરે છે.
પોળાના જંગલ ઇડર નજીક આવેલું એક સુંદર પ્રવાસ સ્થળ છે. પોળોના જંગલમાં હરણાવ નદીમાં નાહવાની મજા લીધા બાદ, અરવલ્લીના પહાડ, પ્રાચીન મંદિર અને ડેમ જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે.
પાવાગઢ ચાંપાનેર પ્રકૃતિ અને ઇતિહાસ પ્રેમી માટે સ્વર્ગ સમાન છે. પાવાગઢ પર મહાકાળી માતાના દર્શન માટે ચઢાઇ દરમિયાન કુદરતી નજારો જોવાલાયક હોય છે. ચાંપાનેરની મુલાકાત પ્રવાસીઓને ઇતિહાસની ભવ્યતા બતાવે છે.
ચોમાસામાં ગીરનાર પર્વત સાથે વાતો કરતા વાદળો અને હરિયાળી જોઇ પ્રવાસીઓ આનંદિત થાય છે. વરસાદ બાદ ગીરનાર પર્વતે લીલી ચાદર ઓઢી હોય તેવો આભાસ થાય છે.
જો તમને દરિયા કિનારે ફરવાનો શોખ છે તો ચોમાસામાં સોમનાથ દ્વારકા શિવરાજપુર જઇ તીર્થ યાત્ર સાથે ફરવાની મજા માણી શકાય છે.