ચોમાસાના વરસાદમાં ફરવા માટે ગુજરાતમાં અને પડોશી રાજ્યોમાં ફરવા માટે ઘણા પ્રખ્યાત સ્થળો છે. આ સ્થળો પર વરસાદની ભરપૂર મજા માણી શકાય છે.
મહારાષ્ટ્રનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે,જે ચોમાસાના વરસાદમાં સ્વર્ગ સમાન દેખાય છે. પહાડ સાથે વાતો કરતા વાદળો, ગાઢ ધુમ્મર, નદી અને ઝરણાં, ચારે બાજુ હરિયાળી જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થઇ જાય છે.
મહારાષ્ટ્રમાં મુંબઇથી 100 કિમી આસપાસ દૂર આવેલું લોનાવાલા સુંદર પ્રવાસ સ્થળ છે. જ્યાં ઉનાળામાં ઠંડક મેળવવા અને ચોમાસામાં વરસાદની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.
લોનાવાલામાં વેક્સ મ્યુઝિયમ જોવાલાયક છે. અહીં પ્રખ્યાત હસ્તીઓના મીણ માંથી પુતળા જોઇ શકાય છે. આ વેક્સ સ્ટેચ્યુ સાથે મુલાકાતીઓ ફોટા પણ પડાવી શકે છે.
લોનાવાલાની કાર્લા ગુફાઇ બહુ પ્રખ્યાત છે, તે મુંબઇ પુના હાઇવે પર આવેલી છે. સહ્યદ્રાના પહાડો કોતરીને કાર્લા ગુફા બનાવવામાં આવી છે. અહીં વરસાદની સીઝનમાં કુદરતી સૌંદર્યની નજારો માણી શકાય છે.
ચોમાસાના વરસાદમાં ધોધનો નજારો જોવાની મજા પડે છે. બુશી ડેમ પાસે કુને ધોધ એક પ્રસિદ્ધ પ્રવાસ સ્થળ છે. આ ધોધની આસપાસ ફેલાયેલી હરિયાળી જોઇ પ્રવાસીઓ રોમાંચિત થઇ જાય છે.
લોનાવાલાની આસપાસ જોવાલાયક સ્થળોમાં ખંડાલા છે, તે પણ મહારાષ્ટ્રનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. લોનાવાલા થી ખંડાલા માત્ર 6 કિમી દૂર આવેલું છે.