ચોમાસામાં આ ખીણ બની જાય છે જન્નત, કુદરતી નજારો જોઇ મન નાચી ઉઠશે

Jul 01, 2025, 05:00 PM

મોનસૂન ટ્રીપ

ચોમાસામાં વરસાદની મજા પર્વતીય વિસ્તારોમાં માણવા મળે છે. અહીં એક સુંદર સ્થળ વિશે જાણકારી આપી છે, જ્યાં ચોમાસામાં પર્વત સાથે વાત કરતા વાદળ, ઝરણા જોઇ તમારું મન ત્યાં જવા તલપાપડ થઇ જશે.

મહારાષ્ટ્રનું માલશેજ ઘાટ

માલશેજ ઘાટ મહારાષ્ટ્રમાં પશ્ચિમ ઘાટ પર્વતમાળામાં આવેલ એક પહાડી માર્ગ છે. કલ્યાણથી અહમદનગરને જોડતો નેશનલ હાઈવે 61 માલશેજ ઘાટમાંથી પસાર થાય છે. થાણે જિલ્લો ઘાટની પશ્ચિમ બાજુએ છે અને પૂણે જિલ્લો પૂર્વ બાજુએ છે.

માલશેજ ઘાટ

માલશેજ ઘાટ ચોમાસામાં વરસાદની સીઝનમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. વાદળો સાથે વાતો કરતા ઉંચા પહાડ, ગાઢ ધુમ્મસ, ઝરમર વરસાદ માલાશેજ ઘાટને ચોમાસામાં ફરવા માટે આકર્ષક સ્થળ બનાવે છે.

મોસમી ઝરણા

ચોમાસાના વરસાદમાં માલશેઝ ઘાટની પર્વતમાળાના મોસમી ઝરણા જીંવત થઇ જાય છે. ઉંચા પર્વત પરથી નીચે પડતા એક થી વધુ ઝરણાંનું દ્રશ્ય મન મોહી લે છે. આ ઝરણાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી જીવંત રહે છે.

લોંગ ડ્રાઇવ માટે શ્રેષ્ઠ સ્થળ

માલશેજ ઘાટ ચોમાસાના વરસાદમાં લોંગ ડ્રાઇવ અને ટ્રેકિંગ માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે. મુંબઇથી 4 થી 5 કલાકના અંતરે આવેલા માલશેજ ઘાટની ચોમાસામાં મુલાકાત યાદગાર બની રહે છે.

આસપાસ ફરવાના સ્થળ

માલશેજ ઘાટની આસપાસ માલશેજ ઝરણાં, પિપલિયાં જોગા ડેમ, હરિશ્ચંદ્રગઢ કિલ્લો, અબોજા હિલ કિલ્લો, કોંકણ કડા, ભંડારદરા મુખ્ય જોવાલાયક સ્થળો છે.

કુદરત સાથે જોડાવાની તક

માલશેજ ઘાટ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. ચોમાસામાં માલશેજ ઘાટ પરથી પસાર થતી વખતે સુંદર કુદરતી નજારો જોવા મળે છે, જેને જોઇ મન શાંત થાય છે. માલશેજ ઘાટ પર ટ્રેકિંગ કરતી વખતે કુદરત સાથે જોડાવાની તક મળે છે.

માલશેજ ઘાટ ફરવાનો યોગ્ય સમય?

માલશેજ ઘાટ ફરવાનો યોગ્ય સમય ચોમાસાની સીઝનમાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન છે. ચોમાસાના વરસાદમાં અહીં કુદરતી નજારો જોવાલાયક હોય છે.

મલાશેજ ઘાટ કેવી રીતે જવું છે?

માલશેજ ઘાટ પુના અને મુંબઇ વચ્ચ અહેમદનગર જિલ્લામાં આવેલું છે. મુંબઇથી 130 કિમી અને પુનાથી 120 કિમી દૂર છે. કલ્યાણ નજીકનું રેલવે સ્ટેશન છે જ્યાંથી માલશેજ ઘાટ 85 કિમી દૂર આવેલું છે.