ગુજરાતમાં અહીં યોજાશે મેઘ મલ્હાર પર્વ, તારીખ અને મુખ્ય આકર્ષણો

Jul 16, 2025, 05:29 PM

મેઘ મલ્હાર પર્વ 2025

સાપુતારા ચોમાસાના વરસાદની મજા માણવા માટે ગુજરાતનું ઉત્તમ હિલ સ્ટેશન છે. ચોમાસામાં સાપુતારાનો નજારો સ્વર્ગ સમાન હોય છે. અહીં ચોમાસામાં મેઘ મલ્હાર પર્વ યોજાય છે.

સાપુતારા હિલ સ્ટેશન

સાપુતારા ગુજરાતનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. સહ્યાદ્રી પર્વતમાળામાં 1000 મીટરની ઉંચાઇ પર આવેલું સાપુતારા બારેય મહિના ફરવા લાયક છે. ચોમાસાના વરસાદ સાપુતારા ખીલી ઉઠે છે. તો ઉનાળામાં પણ અહીં ઠંડક અનુભવાય છે.

સાપુતારા ગીરા ધોધ

સાપુતારામાં ઘણા પ્રખ્યાત ધોધ છે, જેમા ગીગા ધોધ સૌથી વધુ પ્રખ્યાત છે. ચોમાસાના વરસાદમાં ગીરા ધોધ જીવંત થઇ જાય છે. ઉંચા પહાડ પરથી પડતો ધોધનો નજારો નયનરમ્ય હોય છે.

સાપુતારાના જોવાલાયક સ્થળ

સાપુતારામાં જોવાલાયક ઘણા સ્થળો છે. સાપુતારા તળાવ, હાથગઢ કિલ્લો, વાંસદા નેશનલ પાર્ક, ડાંગી સંસ્કૃતિ જોવા માટે નવા નગર, સનસેટ પોઇન્ટ મુખ્ય જોવાલાયક સ્થળો છે.

સાપુતારા મેઘ મલ્હાર પર્વ

સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ દર વર્ષ ચોમાસામાં યોજાય છે. આ વખતે 26 જુલાઇ થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન સાપુતારમાં મેઘ મલ્હાર પર્વ યોજાશે.

આદિવાસી સંસ્કૃતિ

સાપુતારામાં મેઘ મલ્હાર ફેસ્ટિવલ દરમિયાન આદિવાસી સંસ્કૃતિ, કળા, સંગીત, પહેરવેશ અને રીતિ રિવાજોને નજીકથી જોવાના અને માણવાની તક મળે છે.

આદિવાસી નૃત્યુ

મેઘ મલ્હાર પર્વમાં આદિવાસી નૃત્યુ જોવાની તક ચૂકવી જોઇએ નહીં. મધુર સંગીત અને વાદ્યના તાલ પર એક સાથે તાલ થી તાલ મિલાવી નૃત્યુ કરતા આદિવાસી લોકોના રંગબેરંગી વસ્ત્રો પણ આકર્ષક લાગે છે. ડાંગી નૃત્યુ અને સિદ્દી નૃત્યુ જેવા આદિવાસી નૃત્યુ જોવાની મજા પડે છે.

આદિવાસી ભોજનની મજા

આ મેઘ મલ્હાર પર્વ દરમિયાન પ્રવાસીઓ ગુજરાતના આદિવાસી વાનગીનો સ્વાદ માણે છે. પરંપરાગત રીતે બનાવવામાં આદિવાસી ભોજનનો સ્વાદ આજીવન યાદ રહી જાય છે.

સાપુતારા કેવી રીતે પહોંચવું?

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા અમદાવાદથી 400 કિમી દૂર છે. સાપુતારાનું નજીકનું વધઇ રેલવે સ્ટેશન 60 કિમી દૂર છે. સાપુતારા જવા માટે અમદાવાદથી એસટી બસ સુવિધા ઉપલબ્ધ છે.

મનોરંજન પ્રવૃત્તિ, મુખ્ય આકર્ષણ

સાપુતારા મેઘ મલ્હાર પર્વ દરમિયાન આર્ટ પેઇન્ટિંગ અને આર્ટ ગેલેરી વર્કશોપ, બામ્બુ ક્રાફ્ટિંગ, વરલી પેઇન્ટિંગ, રંગોળી અને ફોટોગ્રાફી સ્પર્ધા, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ જેવી વિવિધ મનોરંજન અને રસપ્રદ રમત સ્પર્ધાઓ યોજાય છે.