Jun 25, 2025

ગુજરાત નજીક આ હિલ સ્ટેશન પર ચોમાસામાં શિમલા જેવો નજારો

Ajay Saroya

મોન્સૂન પ્રવાસ

ચોમાસામાં વરસાદ બાદ હિલ સ્ટેશનનો નજારો જોવાલાયક હોય છે. વરસાદની સીઝનમાં કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે. જો તમે ચોમાસામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ગુજરાતીઓના પ્રિય સ્થળની અચૂક મુલાકાત લેવી જોઇએ

Source: @mountabublog

ગુજરાતીઓનું પ્રિય હિલ સ્ટેશન

ગુજરાતની અંદર અને આસપાસ ઘણા સુંદર સ્થળો આવેલા છે, જ્યાં ચોમાસાના વરસાદની મજા સાથે કુદરતી સૌંદર્યની મજા માણી શકાય છે. અહીં અમદાવાદતી 4 કલાકના અંતે આવેલા એક હિલ સ્ટેશન વિશે જાણકારી આપી છે જે શિયાળામાં કાશ્મીર અને ચોમાસામાં શિમલા મનિલા બની જાય છે.

Source: @mountabublog

માઉન્ટ આબુ હિલ સ્ટેશન

ગુજરાતીઓનું પ્રિય માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું આ હિલ સ્ટેશન બારેય મહિના ફરવા માટેનું ઉત્તમ સ્થળ છે.

Source: social-media

ચોમાસામાં માઉન્ટ આબુનો નજારો

અરવલ્લીની ગીરમાળામાં વસેલું માઉન્ટ આબુની કુદરતી સુંદરતા ચોમાસાના વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે. ઉંચા પહાડ સાથે વાત કરતા વાદળો, ગાઢ ધુમ્મસ, ઠંડી હવા પ્રવાસીઓને રોમાંચિત કરે છે.

Source: social-media

માઉન્ટ આબુ જોવાલાયક સ્થળ

માઉન્ટ આબુમાં જોવાલાયક ઘણા પ્રાચીન અને પ્રાકૃતિક સ્થળો છે. જેમા સૌથી ઉંચુ ગુરુ શિખર, નકી લેક, અર્બુદા દેવી મંદિર, અચલેશ્વર મહાદેવ, દેલવાડાના જૈન દેરાસર, ટોડ રોક, વન્ય અભ્યારણ અને સનસેટ સહિત ઘણા સ્થળો ફરવા લાયક છે.

Source: social-media

ચોમાસામા ધ્યાન રાખવું

ચોમાસામાં માઉન્ટ આબુ ફરવા જાવ ત્યારે બહુ સાવધાની રાખવી. ચોમાસામાં રસ્તા ચીકાણ થઇ જાય છે તેથી ગાડી પહાડ પર ચઢાવતી અને ઉતરી વખતે બહુ કાળજી રાખવી જરૂરી છે. આબુ પર્વત પર ભૂસ્ખલનની ઘટનાઓ પણ છે. આથી જોખમી સ્થળો પર જવાનું ટાળવું જોઇએ. બંને ત્યાં સુધી દિવસના અજવાળા દરમિયાન માઉન્ટ આબુ પર્વત ઉતરવું અને ચઢવું જોઇએ.

Source: social-media

માઉન્ટ આબુ પર શિયાળાની મજા

માઉન્ટ આબુમાં શિયાળામાં તાપમાન શૂન્યથી નીચે ઉતરી જાય છે. જો ઠંડીની મજા માણી હોય તો જમ્મુ કાશ્મીરના બદલે માઉન્ટ આબુ ફરવા જઇ શકાય છે, તમારા પૈસા અને સમય બંને બચી જશે.

Source: social-media

માઉન્ટ આબુ પ્રવાસ

માઉન્ટ આબુ મિત્રો, પરિવાર અને પાર્ટનર સાથે ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. જો તમે સોલો ટ્રાવેલર એટલે કે એકલા ફરવા જવાનો શોખ છે તો માઉન્ટ આબુ પર કોઇ પણ પ્રકારના ડર વગર આરામથી શાંતિપૂર્વક ફરી શકાય છે.

Source: social-media

માઉન્ટ આબુ કેટલું દૂર છે?

અમદાવાદતી 230 કિમી દૂર આવેલું માઉન્ટ આબુ ઉત્તર ગુજરાતમાં રહેતા લોકોનું ફેવરિટ હિલ સ્ટેશન છે. શનિ રવિના વિકેન્ડમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ મજા માણવા માઉન્ટ આબુ પહોંચે છે.

Source: social-media

માઉન્ટ આબુ કેવી રીતે પહોંચવું?

માઉન્ટ આબુ ગુજરાતથી રોડ અને રેલ માર્ગ જોડાયેલું છે. માઉન્ટ આબુનું નજીકનું રેલવે સ્ટેશન આબુ રેલવે જંક્શન છે. અમદાવાદથી આબુ રેલવે સ્ટેશન માટે ઘણી ટ્રેન ઉપલબ્ધ છે. ઉપરાંત ઘણા ખાનગી વાહનો અને સરકારી બસો પર આબુ રોડ જાય છે.

Source: social-media

Source: social-media