ચોમાસામાં રાજસ્થાનના આ શહેરમાં જન્નત જેવો નજારો

Jun 03, 2025, 02:09 PM

રાજસ્થાન પ્રવાસ

ગુજરાત અડીને આવેલું રાજસ્થાન રાજા રજવાડા, મહેલ - કિલ્લા અને શુરવીરતા માટે પ્રખ્યાત છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો કરોડો પ્રવાસીઓ રાજસ્થાન ફરવા આવે છે. રાજસ્થાન આમ તો ચારેય મહિના ફરવા લાયક છે.

લેક સિટી ઉદયપુર

રાજસ્થાનના ઉદયપુરમં ઘણા સુંદર તળાવો હોવાથી તેને લેક સિટી કહેવાય છે. અરવલ્લીની પર્વતમાળા અને ઘણા તળવો ઉદયપુરની સુંદરતા વધારે છે. ચોમાસાના વરસાદ બાદ ઉદયપુર ફરવા પ્રવાસી ઉમટી પડે છે.

વ્હાઇટ સિટી ઉદયપુર

ઉદયપુરની ઐતિહાસિક ઇમારતો સફેદ આરસપહાણના પથ્થરોમાંથી બનેલી છે. આથી તેને વ્હાઇટ સિટી કહેવાય છે. ઉદયપુરના મહેલ અને કિલ્લાઓ જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે.

ઉદયપુરના જોવાલાયક સ્થળ

ઉદયપુરમાં ઘણા ઐતિહાસિક મહેલ અને કિલ્લા જોવાલાયક છે. જેમા મુખ્ય છે સિટી પેલેસ, પિછોલા લેક, સજ્જનગઢ પેલેસ, સહેલી બાગ, ચેતક ગાર્ડન સહિત ઘણા ઐતિહાસિક સ્થળો રાજાશાહીની યાદ અપાવે છે.

ઉદયપુર સિટી પેલેસ

સિટી પેલેસ ઉદયપુરની શાન સમાન છે. પિછોલા તળવાના કિનારે સ્થિત સિટી પેલેસ ઉદયપુરના રાજ પરિવારનું નિવાસ સ્થાન પણ છે. સિટી પેલેસમાં રાજાશાહી સમયની એન્ટિક ચીજવસ્તુઓની પ્રદર્શિન છે. જેમા મહારાણા પ્રતાપનું બખ્તર અને ભાલો આકર્ષણનું કેન્દ્ર છે.

પિછોલા લેક

પિછોલા લેક ઉદયપુરનું ઘરેણું કહેવાય છે. તળાવની ચારેય બાજુ પગથિયા અને વચ્ચે બનેલું મહેલ પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ચોમાસાના વરસાદ બાદ પિછોલા લેકની સુંદરતા વધી છે. પિછોલા લેકમાં નૌકાવિહારનો અનુભવ યાદગાર રહે છે.

સજ્જનગઢ પેલેસ

સજ્જનગઢ પેલેસ ઉંચા પહાડ પર આવેલું છે, જ્યાંથી ઉદયપુર શહેરનો અદભુત નજારો જોઇ શકાય છે. વરસાદની સીઝનમાં અરવલ્લી પર્વતમાળાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવો આભાસ થાય છે. સજ્જનગઢ પ્રકૃતિ પ્રેમી અને ફોટોગ્રાફી માટે સરળ સ્થળ છે.

ઉદયપુરમાં તહેવારોની ઉજવણી

ઉદયપુરમાં દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી થાય છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવતા ત્રીજ તહેવારો મહિલાઓ માટે ખાસ હોય છે. રંગબરંગી રાજસ્થાની વસ્ત્રો અને નૃત્યુ, લોક ગીતો અને પરંપરાગત ભોજન ઉદયપુરના પ્રવાસને યાદગાર બનાવે છે.

ઉદયપુરના તળાવ

ઉદયપુરમાં ઘણા તળાવ આવેલા છે, જે ચોમાસામાં વરસાદનું પાણી ભરાયા બાદ મનમોહક દ્રશ્ય જોવા મળે છે.