મોરબીમાં મચ્છુ નદી પર બનેલો કેબિલ બ્રિજ 140 વર્ષથી વધારે જૂનો છે.આ પુલનુ ઉદઘાટન પહેલીવાર 20 ફેબ્રુઆરી 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્જ ટેમ્પલે કર્યુ હતુ. તે સમયે આ બ્રિજ બનાવવાનો ખર્ચ 3.5 લાખ રૂપિયા જેટલો હતો. આ બ્રિજના બાંધકામ માટેનો સંપૂર્ણ માલસામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો.