મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને સફળ ઉદ્યોગપતિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ધનાઢ્યોની યાદીમાં પણ સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણીએ ન માત્ર પિતા ધીરુભાઇ અંબાણીનો બિઝનેસ આગળ ધપાવવાની સાથે સાથે વૈશ્વિક ઉદ્યોગજગતમાં નવા સિમાચિહ્ન સ્થાપિત કર્યા છે. તેમની સફળતાની કહાણી આપણા બધાને પ્રેરિત કરે છે.
અહીં મુકેશ અંબાણીના ભાષણ માંથી અમુક ખાસ વાક્ય અને વિચારો તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જે તમને સાહસ કરવા અને સફળતા હાંસલ કરવા માટે પ્રેરણા આપે છે.
મહત્વાકાંક્ષી બનવું મહત્વપૂર્ણ છે પરંતુ તમારી મહત્વાકાંક્ષા વાસ્તવિક હોવી જોઈએ. તમને ખબર હોવી જોઇએ કે, તમે બધું કરી શકતા નથી.
યાદ રાખો કે તમારે પૈસા પાછળ દોડવાની જરૂર નથી, ઉલટાનું તમારે એવી યાદગાર યાદો પાછળ દોડવું જોઈએ જે પૈસા કરતાં પણ વધુ મૂલ્યવાન હોય.
આપણે હાર માનવાની જરૂર નથી કારણ કે પોતાના પ્રથમ પ્રયાસમાં કોઈ સફળ થતું નથી. સફળતા દરરોજ કરવી પડતી સખત મહેનત છે.
મુશ્કેલીઓથી ડરશો નહીં, તમારા આશાવાદી અને સકારાત્મક અભિગમ સાથે નિર્ણયો લો અને લક્ષ્ય તરફ આગળ વધો.
સંબંધ અને વિશ્વાસ એ જીવનનો આધાર છે, તેથી સંબંધો બનાવવામાં વિશ્વાસ રાખો.
દરેકની પાસે સમાન તકો છે, બસ માત્ર તેને જોવાની જરૂર છે. મને લાગે છે કે તે દરેક માટે સાચું છે.
મુશ્કેલ સમય તમારા ધિરજની પરીક્ષા કરે છે અને ધિરાજ ગુમાવવી એ જ હાર માનવા સમાન છે. તેથી ધિરજ રાખો, સખત મહેનત કરો અને જીત તમારી જ થશે.
નાના લક્ષ્યો નક્કી કરો અને તમારી મજબૂત ઇચ્છાશક્તિથી તેમને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. આ નાના લક્ષ્યો તમને મોટા લક્ષ્યો આપશે અને તમે સફળ થશો.
જીવનમાં કેટલાક જોખમો ઉઠાવો. મોટાભાગે જોખમ લેનાર જ ઇતિહાસને બદલે છે અને નવો ઇતિહાસ રચે છે.
સફળતા રાતોરાત નથી મળતી. તમારે સમર્પિત અને એકાગ્ર બનવું પડશે કારણ કે સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.