રોકાણ કરવા માટેના બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ: કેવી રીતે શોધવા
ઊંચા વળતરનો ઈતિહાસ ધરાવતા ફંડ ભવિષ્યમાં પણ તેનું પુનરાવર્તન કરશે તે નક્કી નથી. તેથી, બેસ્ટ ફંડ્સ સ્કીમ શોધવી મુશ્કેલ છે. જો કે, અહીં કેટલીક ટીપ્સ છે જે તમે અનુસરી શકો છો.
સૌપ્રથમ, એ સમજવું અગત્યનું છે કે રોકાણ માત્ર ઊંચા વળતર માટે નથી હોતું
તમારા રોકાણના નિર્ણયો તમને તમારા નાણાકીય ધ્યેયોને પૂરા કરવામાં સક્ષમ બનાવતી વખતે પૂરતી લિક્વિડિટી પ્રદાન કરવામાં સક્ષમ હોવા જોઈએ.
તેથી, રોકાણ કરવા માટે બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ શોધવા માટે, તમારે પહેલા તમારી જોખમ લેવાની ક્ષમતા અને અપેક્ષાઓનું મૂલ્યાંકન કરવું જોઈએ.
એકવાર તમે તમારી રોકાણ અપેક્ષાઓ વિશે ખાતરી કરી લો, પછી નીચેના પરિમાણો પર વિવિધ મ્યુુ્ચયુઅલ ફંડ્સનું મૂલ્યાંકન કરો:
- ભૂતકાળની કામગીરી - સંચાલન કાર્યક્ષમતા - ખર્ચ ગુણોત્તર - ફેક્ટશીટ્સ અને ફંડ સ્કીમની માહિતીના દસ્તાવેજો વાંચીને અન્ય MF સ્કીમ સાથે તુલના કરો.
તમારા માટે પોતે આ બધા કાર્યો કરવાનું સરળ ન હોઈ શકે. તેથી, પ્રોફેશનલ ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
તમારે લાયકાત ધરાવતા અને સેબી-રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરોની મદદ લેવી, જે તમને રોકાણ કરવા માટેના બેસ્ટ MF શોધવામાં મદદ કરશે