ગુજરાતમાં ફરવા માટે ઘણા સ્થળો છે. ઉંચા ગઢ ગીરનારથી લઇ સ્ટેચ્યુ ઓફ યુનિટ જેવા કુદરતી સ્થળો, દ્વારકા, સોમનાથ જેવા પ્રખ્યાત તીર્થધામ અને સુંદર દરિયા કિનારાના બીચ જોવાલાયક સ્થળો છે.
ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. ગુજરાતના દરિયા કિનારે ઘણા બીચ છે જે ગોવા જેવા સુંદર છે. અહીં આવા જ વલસાડ નજીક આવેલા એક સુંદર બીચ વિશે વાત કરીશું
નારગોલ બીચ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું એક શાંત અને સુંદર બીચ છે, જે ઉમરગામ નજીક અરબી સમુદ્રના કિનારે સ્થિત છે.
નાગરોલ બીચ સ્વચ્છ દરિયા કિનારો, કુદરતી સુંદરતા, ઉંચા લીલાછમ નારિયેળીના વૃક્ષો, શાંત વાતાવરણ અને સોનેરી રેતી માટે જાણીતું છે. અહીંનું શાંત વાતાવરણ અને ઓછી ભીડ તેને આરામ અને પ્રકૃતિનો આનંદ માણવા માટે આદર્શ સ્થળ બનાવે છે.
નાગરોલ બીચ આસપાસના વિસ્તારમાં પ્રવાસીઓને પારસી સંસ્કૃતિનો પ્રભાવ જોવા મળે છે. અહીં નજીકમાં ઉદવાડા આવેલું છે, જે પારસીઓનું મહત્વનું ધાર્મિક સ્થળ છે.
નાગરોલ બીચ પર ભીની રેતીમાં ચાલવાનો, સૂર્યાદય અને સૂર્યાસ્તનો નજારો જોવાનો જોવાની મજા પડે છે. અહીં વોટર એક્ટિવિટી ઓછી હોય છે, પરંતુ શાંત વાતાવરણમાં પ્રવાસીઓ અદભુત શાંતિનો અનુભવ કરે છે.
નાગરોલ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવેલું છે. નજીકમાં ઉમરગામ અથવા વલસાડ રેલ્વે સ્ટેશન લગભગ 25 થી 30 કિમી દૂર છે. સુરત થી 100 કિમી અને અમદાવાદ થી 390 કિમી દૂર છે.
નાગરોલ બીચ ઉપરાંત તીથ બીચ પણ વલસાડનું બીજું પ્રખ્યાત બીચ છે. નાગરોલ બીચથી તીથલ બીચ 60 કિમી દૂર આવેલું છે.