નાસાએ મૂન મિશન આર્ટેમિસ-1ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું 

Nov 16, 2022

Ashish Goyal

50 વર્ષ પછી અંતરિક્ષ યાત્રીઓને ચાંદ પર ઉતારવાની દિશામાં આ એક મોટું પગલું છે.

જો આ મિશન સફળ થાય તો 2025 સુધી અંતરિક્ષ યાત્રીઓને ચાંદ પર મોકલી દેવામાં આવશે. 

આર્ટિનેસ-1 મિશન પછી નાસાના વૈજ્ઞાનિક ચાંદ પર પહોંચવા માટે અન્ય જરૂરી ટેકનિક વિકસિત કરશે જેથી ચાંદની યાત્રા કરીને મંગળની યાત્રા કરી શકે. 

આ સ્પેસશિપમાં 42 દિવસોમાં ચંદ્રની યાત્રા કરીને પરત ફરશે. 

ઓરિયન સ્પેસશિપ સૌથી પહેલા ધરતીથી ચંદ્રમા સુધી 4.50 લાખ કિલોમીટરની યાત્રા કરશે. 

આ પછી ચંદ્રમાના અંધારાવાળા ભાગ તરફ 64 હજાર કિમી દૂર જશે.

ધરતી પર પરત ફરતા પહેલા તેની ગતિ 40 હજાર કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

પરત ફરતા સમયે ધરતી પર સૈન ડિએગો પાસે પ્રશાંત મહાસાગરમાં લેન્ડ કરશે.