ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં ભારત પ્રવાસે છે. ભારત વિ ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સીરીઝ 2024 અંતર્ગત 3 ટેસ્ટ મેચ રમાશે.
બેંગલુરુ ખાતે પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદી વિઘ્ન બાદ ભારત પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થયું હતું.
ભારતીય બેટ્સમેન જ્યાં કાગળના વાઘ સાબિત થયા ત્યાં હરિફ ન્યૂઝીલેન્ડ ટીમનો ભારતીય મૂળનો ખેલાડી રચિન રવિન્દ્ર ભારતને ભારે પડ્યો
રચિન રવિન્દ્ર એ ધૂંધાઆર બેટીંગ કરી સદી ફટકારી. રચિન રવિન્દ્ર 157 બોલ રમ્યો. 13 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 134 રન કર્યા.
ભારતીય બોલર રચિન રવિન્દ્રની વિકેટ લેવા જાણે રીતસરના તરસતા જોવા મળ્યા ત્યાં રચિન રવિન્દ્રએ માત્ર 124 બોલમાં સદી ફટકારી
રચિન રવિન્દ્ર વિશે વાત કરીએ તો એ ભારતીય મૂળનો ન્યૂઝીલેન્ડ ક્રિકેટર છે. તેના દાદા દાદી આજે પણ બેંગલુરુમાં જ રહે છે.
રચિન રવિન્દ્ર માટે બેંગલુરુ મેદાન ખાસ છે. વર્લ્ડ કપ 2023 માં અહીં પાકિસ્તાન સામે માત્ર 94 બોલમાં 108 રનની ઇનિંગ રમ્યો હતો.
રચિન રવિન્દ્ર 9 ટેસ્ટ મેચ રમ્યો છે. સર્વાધિક 240 રન સાથે કૂલ 672 રન બનાવ્યા છે. 1 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે.
રચિન રવિન્દ્ર 25 વન ડે મેચ રમ્યો છે. 21 ઇનિંગમાં 123 સર્વાધિક સ્કોર સાથે કૂલ 820 રન બનાવ્યા છે. 3 સદી અને 3 ફિફ્ટી ફટકારી છે.
રચિન રવિન્દ્ર 23 ટી-20 મેચ રમ્યો છે. સર્વાધિક 68 સ્કોર સાથે કૂલ 231 રન બનાવ્યા છે. 1 ફિફ્ટી ફટકારી છે.