લોકો પડોશી દેશ પાકિસ્તાનમાં શિક્ષણ પ્રણાલી અંગે જાણવા માટે ખુબ જ ઉત્સુક રહે છે.
પાકિસ્તાનમાં છોકરા અને છોકરીઓ એક સાથે ભણતા નથી. અહીં કો એડ સિસ્ટમ ચાલતી નથી.
ઉચ્છ કક્ષામાં આવ્યા બાદ યુવતીઓ અને યુવકોનો અભ્યાસ અલગ અલગ સ્કૂલોમાં થાય છે.
પાકિસ્તાનમાં અભ્યાસ 6 સ્તરોમાં પહેચાયેલો છે. પ્રી સ્કૂલ, પ્રાઈમરી, મિડિલ, હાઈ, ઈન્ટરમીડિએટ અને યુનિવર્સિટી.
પ્રી સ્કૂલ 3થી 5 વર્ષના બાળકો માટે હોય છે. પછી પ્રાઈમરી અને મિડલ એજ્યુકેશન શરુ થાય છે.
મિડલ સ્કૂલ ધોરણ 5 સુધી ચાલે છે. જેમાં ઉર્દુ, અંગ્રેજી, ગણિત, આર્ટ્સ, સાયન્સ, સોશિયલ સ્ટડિઝ અને ઈસ્લામિક સ્ટડીઝ ભણાવવામાં આવે છે.
સેકેન્ડરી એજ્યુકેશન ધોરણ 9થી ધોરણ 12 સુધી ચાલે છે. અને ધોરણ 12 બાદ કોલેજમાં એડમિશન લેવું પડે છે.
પાકિસ્તાનમાં યુનિવર્સિટીમાં અભ્યાસને ટેરિટરી એજયુકેશન કહેવામાં આવે છે.
images.dawn.com અનુસાર છોકરીઓ માટે સ્કૂલમાં દુપટ્ટો, સ્કાફ પહેરવું જરૂરી છે. શોર્ટ સ્લીવ ટી-શર્ટ અને હેવી જ્વેલરી પહેરવાની છૂટ નથી.
પાકિસ્તાનની અનેક યુનિવર્સિટીમાં ડ્રેસ કોડ તોડવા પર યુવતીને દંડ ફટકારવામાં આવે છે.