જો તમે તમારું PAN-આધાર લિંક કર્યું હશે, તો પણ તમારે છેલ્લી તારીખ પહેલાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લિંક સ્ટેટસ તપાસવું જોઈએ. શા માટે અને કેવી રીતે તપાસવું તે જાણવા માટે અહીં વાંચો.
કેટલાક PAN ધારકો હજુ પણ સોશિયલ મીડિયા પર આવકવેરા વિભાગને ફરિયાદ કરી રહ્યા છે કે તેઓએ ₹1000 ફી ચૂકવ્યા પછી પણ તેમના PAN-આધાર લિંક થયા નથી.
ઘણા યુઝર્સ તો એમ પણ કહી રહ્યા છે કે માત્ર તેમના પાન-આધાર લિંક નથી થયા પરંતુ તેમને રિફંડ પણ મળ્યું નથી.
આવકવેરા વિભાગ આવી વ્યક્તિગત ફરિયાદોની તપાસ કરી રહ્યું છે.
દરમિયાન, તમારે તમારા PAN-Aadhaar Link સ્ટેટસને તપાસવું જોઈએ કે તે લિંક છે કે નહીં.