પાવભાજી સૌથી પ્રિય વાનગી છે. નાના થી લઇ મોટા વ્યક્તિ પાવભાજી ખાવાના શોખીન હોય છે. તમે બજાર જેવી પાવભાજી ઘરે બનાવી શકો છો, તે પણ 15 મિનિટમાં. તો ચાલો જાણીયે ફાટફટ પાવભાજી બનાવવાની રેસીપી
બટાકા, ટામેટા, બીટ, લીલા કઠોળ, ગાજર, વટાણા, ડુંગળી, કેપ્સિકમ જેવા શાકભાજી, બટર કે તેલ, મીઠું, પાવભાજીનો મસાલા, લાલ મરચું પાવડર અને લીંબુ, કોથમીર
પાવભાજી બનાવવા માટે સૌથી પહેલા બટાકા, ટામેટાં, બીટ, લીલા કઠોળ અને ગાજરને નાના-નાના ટુકડા કરી લો. હવે કૂકરમાં બધા જ શાકભાજી બાફી લો. કુકરની 3 સિટી વાગે ત્યાં સુધી શાકભાજી બાફવા.
હવે કૂકર ખોલી શાકભાજીને મોટા ચમચા કે મેશરની મદદથી સારી રીતે મેશ કરી લો.
હવે કે કડાઇમાં બટર નાંખો, તમે તેલ પર વાપરી શકો છો. બટર બરાબર પીગળી જાય ત્યારે તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ અને ડુંગળી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળો લો.
હવે કડાઇમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચાં અને બે ચમચી પાવ ભાજી મસાલા ઉમેરો અને આ મસાલાને સારી રીતે સાંતળો.
હવે બાફેલા શાકભાજીને કઢાઇ નાંખો અને લગભગ 5 મિનિટ સુધી પકવવા દો.
હવે એક તવા પર બટર નાંખો અને પાવ ને બરાબર શેકી લો. લો થોડીક જ મિનિટમાં ટેસ્ટી પાવભાજી તૈયાર છે.
હવે એક પ્લેટમાં પાવ અને ભાજી સર્વ કરો, ભાજીનો સ્વાદ વધારવા માટે લીંબનો રસ ઉમેરો. કોથમીર અને ડુંગળી વડે ગર્નિશિંગ કરો.