ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મેુ સાંસદોને કેબિનેટ મિનિસ્ટરના શપથ લેવડાવ્યા હતા. મોદી 3.0 સરકારમાં 72 સાંસદોએ મંત્રીપદના શપથ લીધા છે. જેમા 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્યમંત્રી અને 5 સ્વતંત્ર હવાલા મંત્રી છે. નવી એનડીએ સરકારના નવા મંત્રીમંડળ પર એક નજર
ભાજપ એનડીએ સરકારમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે. આ સાથે તેઓ સતત ત્રીજી વખત પીએમ બન્યા છે.
મોદી 3.0 સરકારમાં અમિત શાહને ગૃહ મંત્રી અને સહકાર મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
મોદી 3.0 સરકારમાં રાજનાથ સિંહને અગાઉની જેમ રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા છે.
નીતિન ગડકરીને મોદી 3.0 સરકારીમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રલાય સોંપવામાં આવ્યું છે.
નવી એનડીએ સરકારમાં શિવરાજસિંહ ચૌહાણ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી બન્યા છે.
જેપી નડ્ડાને મોદી 3.0 સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
મોદી 3.0 સરકારમાં નિર્મલા સીતારમન પાસે નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોનું મંત્રાલય યથાવત રાખવામાં આવ્યું છે.
મોદી 3.0 સરકારમાં અશ્વિની વૈષ્ણવ રેલવે મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી બન્યા છે.
નવી સરકારમાં એસ. જયશંકર પાસે વિદેશ મંત્રાલય યથાવત રાખવામાં આવ્યું છે.
મોદી 3.0 સરકારમાં મનોહર ખટ્ટર આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી બન્યા છે.
મોદી 3.0 સરકારમાં એચડી કુમારસ્વામીને ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
એનડીએ સરકારમાં પીયુષ ગોયલને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
ધર્મેન્દ્ર પ્રધાન એનડીએ સરકારમાં શિક્ષણ મંત્રી બન્યા છે.
રાજીવ રંજન સિંહ નવી કેન્દ્ર સરકારમાં પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી બન્યા છે.
ડો. વિરેન્દ્ર કુમારને મોદી 3.0 સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
મોદી 3.0 સરકારમાં કિંજરાપુ રામ મોહન નાયડુ નાગરિક ઉડ્ડયન મંત્રી બન્યા છે.
પ્રહલાદ જોશી મોદી 3.0 સરકારમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી. બન્યા છે.
ગિરિરાજ સિંહને મોદી 3.0 સરકારમાં કાપડ મંત્રી બનાવવામાં આવ્યા છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાને મોદી 3.0 સરકારમાં સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
સી.આર. પાટીલ ભાજપ એનડીએ સરકારમાં જલ શક્તિ મંત્રી બન્યા છે.
મનસુખ માંડવિયા મોદી 3.0 સરકારમાં શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી બન્યા છે.
હરદીપ સિંહ પુરીને એનડીએ સરકારમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
ચિરાગ પાસવાન મોદી 3.0 સરકારમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી બન્યા છે.