મોદી 3.0 કેબિનેટમાં ગુજરાતના 6 સાંસદ, જાણો કોને મળ્યું મંત્રીપદ

Jun 09, 2024, 11:32 PM

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મેુ સાંસદોને કેબિનેટ મિનિસ્ટરના શપથ લેવડાવ્યા હતા. મોદી 3.0 સરકારમાં 72 સાંસદોએ મંત્રીપદના શપથ લીધા છે. જેમા 30 કેબિનેટ મંત્રી, 36 રાજ્યમંત્રી અને 5 સ્વતંત્ર હવાલા મંત્રી છે. નવી એનડીએ સરકારના નવા મંત્રીમંડળ પર એક નજર

ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારમાં કૂલ 72 સાંસદોને કેન્દ્રિય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે, જેમા ગુજરાતના 6 નેતા છે. જાણો ગુજરાતના ક્યા સાંસદને મળ્યું મંત્રીપદ

પીએમ નરેન્દ્ર મોદી

પીએમ નરેન્દ્ર મોદી ભલે ગુજરાતના સાંસદ ન હોય પરંતુ મૂળ ગુજરાતી છે. પીએમ મોદીએ ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 લડી હતી. નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ બાદ સતત ત્રીજા વખત વડાપ્રધાન બનનાર દેશના ત્રીજા નેતા છે.

અમિત શાહ

અમિત શાહ ગુજરાતની ગાંધીનગર બેઠકના સાંસદ છે. મોદી 2.0 સરકારમાં અમિત શાહ પાસે ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય સહિત ઘણા મંત્રાલય હતા.

મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયા ગુજરાતની પોરબંદર લોકસભા બેઠકના સાંસદ છે. મોદી 2.0 સરકારમાં મનસુખ માંડવિયા સ્વાસ્થ્ય મંત્રી હતા.

એસ. જયશંકર

એસ જયશંકર એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી છે. મોદી 2.0 સરકારમાં તેઓ વિદેશ મંત્રી હતા. તેઓ રાજ્યસભામાં સાંસદ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

સીઆર પાટીલ

સીઆર પાટીલ ગુજરાતની નવસારી લોકસભા બેઠકના સાંસદ છે. તેઓ ત્રીજી વખત નવસારીના સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. તેઓ ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પણ છે.

નીમુબેન બાંભણિયા

નીમુબેન બાંભણિયા ગુજરાતની ભાવનગર લોકસભા બેઠકના સાંસદ છે. તેઓ શિક્ષિકામાંથી નેતા બન્યા છે. ભાજપના ભાવનગર ઉમેદવાર નિમુબેન બે વખત શહેર મેયર રહી ચુક્યા છે, સાથે પાંચ વર્ષ ગુજરાત ઠાકોર કોળી વિકાસ નિગમના ડિરેક્ટર પદ પણ સંભાળી ચુક્યા છે.