PM મોદીની આગેવાનીમાં ન્યૂયોર્કમાં ઐતિહાસિક યોગ દિવસની ઉજવણી
આ કાર્યક્રમમાં યુએનના ટોચના અધિકારીઓ, રાજદ્વારીઓ અને હોલિવૂડ અભિનેતા રિચાર્ડ ગેરે અને આયંગર યોગા પ્રતિપાદક ડેઇડ્રા ડેમેન્સ સહિત અગ્રણી વ્યક્તિઓએ હાજરી આપી હતી.. પીટીઆઈ ફોટો
વડા પ્રધાન મોદીએ યોગને "સાર્વત્રિક" ગણાવ્યું હતું અને તેની ગતિશીલ પ્રકૃતિ પર ભાર મૂક્યો હતો, જે વિવિધ વય, લિંગ અને ફિટનેસ લેવલને અનુકૂલનક્ષમ છે.. પીટીઆઈ ફોટો
વડા પ્રધાન મોદીની આગેવાની હેઠળની યોગ ઉજવણીએ સૌથી વધુ લોકોની ભાગીદારી માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. પીટીઆઈ ફોટો
આ કાર્યક્રમમાં યોગના ઉત્સાહીઓ અને તાલીમાર્થીઓ પીળા રંગના આસન પર યોગાસન કર્યા હતા. તો સામે એલઇડી સ્ક્રીનો પર ભારતીય સંસ્કૃતિ અને વારસાને દર્શાવતા વીડિયો પ્રસારિત કરાયા હતા.. પીટીઆઈ ફોટો
વડા પ્રધાન મોદીએ યોગના શારીરિક, માનસિક અને ભાવનાત્મક ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે તે પોતાની જાત સાથે, અન્ય લોકો અને પ્રકૃતિ સાથે સુમેળને પ્રોત્સાહન આપે છે.. પીટીઆઈ ફોટો
વડાપ્રધાન મોદીએ આકર્ષક સફેદ યોગ ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેર્યુ હતુ. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લોકોનો આભાર માન્યો હતો.. પીટીઆઈ ફોટો
યુએન દ્વારા 2014માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં ભારતમાં ઉદ્દભવેલી પ્રાચીન પ્રથાની ઉજવણી માટે 21 જૂનને દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યો હતો.