પીએમ મોદીની સુરક્ષાની જવાબદારી એસપીજી કમાન્ડો પાસે હોય છે. એસપીજી કમાન્ડો દેશના સૌથી તાકાતવર કમાન્ડોમાંથી એક હોય છે.

May 01, 2024, 11:08 PM

તમને જણાવી કે પીએમ મોદીની સુરક્ષામાં રહેલા એસપીજી કમાન્ડોની સેલેરી કેટલી હોય છે.

એસપીજી કમાન્ડોની રેંક અલગ-અલગ હોય છે અને તેના આધાર પર તેમને સેલેરી મળે છે.

પેરામિલિટ્રી કે રાજ્ય પોલીસથી ઇન્સપેક્ટર રેંકવાળાને એસપીજી સિક્યોરિટી ઓફિસર ફર્સ્ટ રેંક મળે છે.

જ્યારે મૂળ વિભાગમાં રેંક સબ ઇન્સપેક્ટરની છે તો તેમને એસપીજી સિક્યોરિટી ઓફિસર સેકન્ડ રેંક મળે છે.

પીએમ મોદીની સુરક્ષામાં તૈનાત એસપીજી કમાન્ડોની સેલેરી 84,236 રુપિયાથી લઇને 2,39,457 રુપિયા સુધી હોય છે. આ સિવાય બોનસ પણ મળે છે.

જે એસપીજી કમાન્ડો ઓપરેશનલ ડ્યુટી પર તૈનાત કરવામાં આવે છે તેમને વાર્ષિક 27,800 રૂપિયા ડ્રેસ ભથ્થાના અલગથી મળે છે.

જ્યારે નોન ઓપરેશનલ ઓફિસર્સને 21,225 રૂપિયાના ડ્રેસ ભથ્થાના અલગથી મળે છે.