અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ, પીએમ મોદી રહ્યા હાજર

Source: BAPS

Dec 14, 2022

Ashish Goyal

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થયો છે. 

Source: BAPS

પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ અને પૂજાપાઠ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરાઇ હતી. 

Source: BAPS

14 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી 2023 દરમિયાન એક મહિના માટે ભવ્ય ઉત્સવ ધામધૂમથી ભક્તિભાવપૂર્વક ઊજવાશે.

Source: BAPS

આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે અમદાવાદના રિંગ રોડ પર ઓગણજ-ભાડજ પાસે 600 એકરની વિશાળ ભૂમિમાં મહોત્સવ સ્થળ પ્રમુખસ્વામી મહારાજ નગર ઉભું કરવામાં આવ્યું છે.

Source: BAPS

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં PM મોદીએ પરિભ્રમણ કર્યું હતું. પ્રમુખ સ્વામીની મૂર્તિના ચરણોમાં વંદન કર્યું હતું. 

Source: BAPS

આ નગરમાં અદભૂત ઝાંખીઓ ઉભી કરાઈ છે જ્યાં આઝાદીના અમૃત મહોત્સવના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે. 

Source: BAPS

PM મોદીએ પ્રમુખ સ્વામીનગરીમાં તૈયાર કરાયેલી અક્ષરધામ પ્રતિકૃતિની પરિક્રમા કરી હતી. 

Source: BAPS