ભવ્યાતિભવ્ય ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ’

Dec 13, 2022

Mansi Bhuva

BAPSના મહંત સ્વામીની સ્મૃતિમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ઉજવણી કરવામાં આવશે. આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી 14 ડિસેમ્બરના રોજ ઉદ્ધાટન કરશે. 

દેશ-પરદેશથી હજારો ભક્તોનું આગમન અમદાવાદને આંગણે થઈ રહ્યું છે. સ્વયંસેવકો અને લાખો ભક્તોના હ્રદયમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને લઈને અદમ્ય ઉત્સાહ છે.

આ ભવ્ય મહોત્સવને લઇ 45 જેટલા સેવા વિભાગોમાં શહેર તેમજ ગામડાંઓના ભક્તો સાથે મળીને સેવા કરી રહ્યા છે.દરેક વિભાગો જોર-શોરથી પૂર્ણતા તરફ વધી રહ્યા છે.

રાત-દિવસ જોયા વગર, પોતાની કૌટુંબિક, આર્થિક, વ્યાવસાયિક, સામાજિક જવાબદારીઓ સાથે અદભૂત સંતુલન સાધી આ સ્વયંસેવકો કોઈ પણ પ્રકારની સેવામાં ભક્તિપૂર્વક અને ગૌરવભેર પ્રદાન કરી રહ્યા છે.

મારવાડી યુનિવર્સીટીના પ્રોફેસર સ્મિતભાઈ જે આ મહોત્સવમાં સેવા આપી રહ્યા છે, તેમણે પત્રકારોને જણાવ્યું કે, આ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ થવાને આરે છે. ચારે બાજુ હરિભક્તોનો ખૂબ ઉત્સાહ જોવા મળે છે.”

 15 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી અનેકવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને વિશિષ્ટ આકર્ષણોથી આ મહોત્સવ સમગ્ર વિશ્વમાં કરોડો લોકો સુધી વિવિધ પ્રેરણસંદેશ વહાવશે. અહીં પ્રવેશ માટે કોઈ પણ પ્રકારની ફી નથી. કોઈ પણ ભેદભાવ વગર બધાંને પધારવા હાર્દિક આમંત્રણ છે.

આ મહોત્સવના સમાપન વખતે મહેમાન તરીકે પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, ગૃહમંત્રી અમિત શાહ સહિત ઓમ બિરલા ઉપસ્થિત રહેશે.