Jul 20, 2025
રાજસ્થાન રાજાશાહી મહેલ, કિલ્લા અને રંગબેરંગી લોકજીવન માટે પ્રખ્યાત છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો લોકો રાજસ્થાન ફરવા આવે છે.
રાજસ્થાનમાં ઐતિહાસિક મહેલ અને કિલ્લા ઉપરાંત કુદરતી સુંદરતાથી ભરપૂર સ્થળો છે, જ્યાં તમે ચોમાસામાં ફરવા જઇ શકો છો. અહીં આવા જ એક નેચર બ્યુટી પ્લેસની વાત કહી છે.
રાજસ્થાનના એક સ્થળને 100 ટાપુનું શહેર કરવામાં આવે છે. અરવલ્લીના પહાડમાં આવેલા આ સ્થળે ચોમાસામાં લીલાછમ ઉંચા પહાડ, જંગલ, તળાવ અને ધોધ જોઇ મુલાકાતઓ મંત્રમુગ્ધ થઇ જાય છે.
રાજસ્થાનનું બાંસવાડા ચોમાસાના વરસાદમાં ફરવા માટે ઉત્તમ સ્થળ છે. મહી નદીના કિનારે આવેલું બાંસવાડા 100 ટાપુનું શહેર કહેવાય છે. ચોમાસામાં આ ટાપુની સુંદરતા જોવાલાયક હોય છે.
જુઆ ધોધ બાંસવાડાનું ઘરેણું છે. ચોમાસાના વરસાદમાં પહાડ પરથી નીચે પડતો ધોધ જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઇ જાય છે. લીલાછમ પહાડ, ગાઢ જંગલ, ધોધનું દૂધ જેવું પાણીનું સુંદર કુદરતી દ્રશ્ય આંખોને ઠંડક આપે છે.
બાંસવાડા કુદરતી સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. અહીં સાગર તળાવ, મહી ડેમ, માનગઢ ધામ, સાંઇ બાબા મંદિર, અરથુના શિવ મંદિર, ડાયલાબ તળાવ, સિંગપુરા, જુઆ ધોધ અને ત્રિપુરા સુંદરી મંદિર સહિત ઘણા પ્રસિદ્ધ સ્થળોની મુલાકાત યાદગાર રહે છે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર બાંસવાડા પ્રકૃતિ પ્રેમી માટે સ્વર્ગ સમાન છે. ચોમાસાના વરસાદ બાદ કુદરત સોળે કાળે ખુલી ઉઠ્યા બાદ ફોટોગ્રાફી માટે આ સ્થળ ઉત્તમ છે.
બાંસવાડા રાજસ્થાનનું મુખ્ય શહેર છે. અહીં શિયાળો, ઉનાળું અને ચોમાસામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. અહીં રોકવા માટે ઘણી સારી હોટેલ ઉપલબ્ધ છે.
રાજસ્થાનનું બાંસવાડા અમદાવાદથી 266 કિમી દૂર છે. સૌથી નજીક રતલામ રેલવે સ્ટેશન છે, જે લગભગ 60 કિમી દૂર છે. ઉદયપુરથી બાંસવાડા 165 કિમી દૂર આવેલું છે.