Diya Kumari Deputy CM Of Rajasthan: દિયા કુમારી રાજ પરિવારથી રાજસ્થાનના નાયબ સીએમ સુધી

Dec 13, 2023, 09:47 AM

ભજનલાલ શર્મા રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા છે.

રાજસ્થાનમાં બે નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે, જેમાં એક દિયા કુમારી અને બીજા પ્રેમ ચંદ બૈરવા છે.

રાજસ્થાનના ડેપ્યુટી સીએમ દિયા કુમારી જયપુરના આમેરના રાજ પરિવારમાંથી આવે છે.

ભાજપના નેતાના પૂર્વજ માન સિંહ પ્રથમ બાદશાહ અકબરના નવ રત્નો પૈકીના એક હતા.

દિયા કુમારી જયપુરના રાજા સવાઈ ભવાની સિંહ અને મહારાણી પદ્મિની દેવીના એકમાત્ર સંતાન છે.

દિયા કુમારી 2019માં રાજસમંદથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.

વર્ષ 2023ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં તેઓ જયપુરની વિદ્યાધર નગર બેઠકથી ચૂંટાઇ આવ્યા છે.

દિયા કુમારી પાસે 19.19 કરોડ રૂપિયાની સંપત્તિ છે. MFમાં 14.85 કરોડ રૂપિયાનું રોકાણ તેમજ મોટું બેંક બેલેન્સ ધરાવે છે.

દિયા કુમારીએ 1984માં બિન રાજકીય પરિવારમાંથી આવતા નરેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા જો કે 2018માં છુટાછેડા લીધા હતા. તેમને ત્રણ સંતાન છે.

દિયા કુમારીના 3 સંતાનમાં છે, બે પુત્ર - પદ્મનાભ સિંહ અને લક્ષરાજ પ્રકાશ સિંહ અને એક પુત્રી ગૌરવી કુમારી છે.

દિયા કુમારી ઘણી સામાજીક પ્રવૃત્તિઓ પણ કરે છે.

રાજસ્થાનના પરંરાગત રાજપૂત પોશાકમાં દિયા કુમારી.

દિયા કુમારીનો રોયલ લૂક

(Photo - @Diyakimari Facebook) LABEL. Caption LABEL. LABEL. LABEL. LABEL